Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈલીનોઈના ગવર્નર બુ્રસ રાઉનરે : સ્ટાન્ડર્ડ સર્કિટ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની લીધેલી મુલાકાત

- વેસ્ટ શિકાગો પરાંના મેયર પિનેડાએ પણ આપેલી હાજરી

બાર્ટલેટ    તા. 9 2018,  સોમવાર

ઈલીનોઈ રાજ્યના ગવર્નર બુ્રસ રાઉનરે તાજેતરમાં શિકાગો નજીક આવેલ વેસ્ટ શિકાગોના પરગણામાં કાર્યવંત અમેરીકન સ્ટાન્ડર્ડ સર્કીટ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને તે પ્રસંગે આ પ્લાન્ટના ચેરમેન ગોરધનભાઈ પટેલ તેમજ શામ્બર્ગ ટાઉનશીપના ટ્રસ્ટી નિમિષ જાની તથા મેયર પિનેડા અને કર્મચારીઓએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.

રાજ્યના ગવર્નર તથા વેસ્ટ શિકાગોનાં પરગણાના મેયર એમ બંને જણા ઉત્પાદન કારોબારના સમર્થક છે અને તેઓ ઉત્પાદનની ક્ષમતા કેવી રીતે વધુ પ્રમાણમાં આગળ વધે તે અંગે સતત જાગૃતિ ધરાવી રહ્યા છે. આ વેળા સર્કીટ પ્લાન્ટના ચેરમેન ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું કે કંપનીના પ્રોડક્ટ, પ્રોસેસ તેમજ માર્કેટ સેગમેન્ટ્સ પર તેમની વાટાઘાટો કેન્દ્રિત છે અને તેની સાથે સાથે અમો રાજ્ય તથા સ્થાનિક સત્તાવાળાઓ સાથે અમારા વ્યાપારી ધોરણો કેવી રીતે ગાઢ બની શકે અને તેનો વિકાસ થઈ શકે તે અંગે એક ચોક્કસ મહત્ત્વની ભૂમિકા શોધી રહ્યા છે અને તેમાં અમો જરૃરથી સફળતા મેળવીશું એવું જણાવ્યું હતું.

અમેરીકન સ્ટાન્ડર્ડ સર્કીટ કંપની દ્વારા જે પ્રોડક્ટો તૈયાર કરવામાં આવે છે તે દ્વારા સમગ્ર ક્ષેત્રમાં તે સહાયભૂત બની રહે છે અને તે ગૌરવભરી બીના છે. આ પ્લાન્ટમાં તબીબી, ઓટોમેટીવ, ઔદ્યોગિક, રસાયણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં વપરાતા લગભગ તમામ પાર્ટોનું ઉત્પાદન કરવામાં આવે છે. તદ્ઉપરાંત આ પ્લાન્ટમાં એએમસી મેટલ જોડાણ અંગેના તમામ પાર્ટો પણ તૈયાર કરવામાં આવે છે અને તે પૈકી ઘણાં પેટન્ટો ધરાવે છે.

આ વેળા શામ્બર્ગ ટાઉનશીપના ટ્રસ્ટી નિમિષ જાની તથા વેસ્ટ શિકાગો ટાઉનના મેયર પિનેડા પણ હાજર હતા અને તેઓએ ગવર્નરની સાથે રહીને સમગ્ર પ્લાન્ટની મુલાકાત લીધી હતી તથા કર્મચારીઓને મળીને વિશેષ માહિતીઓ મેળવી હતી.

Post Comments