Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્કોટલેન્ડમાં 'કરી કિંગ'ની ભત્રીજીનું ઉંઘમા જ રહસ્યમય મોત: તપાસ શરૂ

- મૂળ પંજાબના કરી કિંગ તરીકે ઓળખાતા સત્તી સિંહ ‘મિસ્ટર સિંહસ ઇન્ડિયા’ રેસ્ટોરન્ટ તરીકે જાણીતા

(પીટીઆઇ) લંડન, તા.૮ શુક્રવાર, સપ્ટેમ્બર 2017

સ્કોટલેન્ડની કરી માટેની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટના ભારતીય માલીકની ભત્રીજીનું ગ્લાસ્ગોમાં એના ધરમાં જ રહસ્યમય મોત થતાં  સ્કોટલેન્ડ પોલીસે તેની તપાસ શરૃ કરી હતી.

ગઇ રાત્રે ઉંઘમાં જ ગુજરી ગયેલી બાળકીને સત્તી સિંહના ભત્રીજી તરીકે ઓળખવામાં આવે છે.' મોતનું સાચું કારણ જાણવા તપાસ શરૃ કરાઇ હતી. અધિકારીઓ આ મોતને ખુલાસા વગરનું માને છે' એમ સ્કોટલેન્ડ પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું.

હવે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ ગ્લાસગોના સરકારી વકીલની ઓફિસે સોંપવામાં આવશે. એક અન્ય બાળકી એ જ્યારે એને ઉંઘમાંથી ઉઠાડી ના શકી ત્યારે ઘર વાળાને તેની જાણ થઇ હતી.

'તે ઉંઘમાં જ ગુજરી ગઇ હતી. આખો પરિવાર દુ:ખી છે' એમ મરનારના કાકાએ કહ્યું હતું.' એ સત્તીની નજીકની સગી છે. પરંતુ વાલીઓની સમંતી વગર હું તેનું નામ આપી ના શકું. પોલીસ તેનું કામ કરી રહી છે. તેમને આની તપાસ કરવી છે'એમ તેમણે ઉમેર્યું હતું.

ગ્લોસગોના કરી કિંગ તરીકે ઓળખાતા સિંહ મિસ્ટર સિંહસ ઇન્ડિયા રેસ્ટોરન્ટ તરીકે જાણીતા છે. તેમનુ રેસ્ટોરન્ટ ગ્લાસગોમાં સૌથી જુના રેસ્ટોરન્ટમાંનું એક છે. મૂળ પંજાબના અંબાલાના 48 વર્ષના બ્રિટિશ શીખ તેના ભાઇ બોબી સિંહના ઘરની નજીક રહે છે. મરનાર બોબીના પરિવારની હતી. તરૃણીના  મૃત્યના સમાચાર મળતાં જ  સ્થાનિક શીખ સમુદાય સત્તીના ઘરે ભેગા થયા હતા.

Post Comments