Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મૂળની ત્રણ વર્ષની બાળકી લાપતા

- બાળકીના પિતાએ ઝાડ નીચે ઉભા રહેવાની સજા આપ્યા બાદથી લાપતા થઇ

- અઠવાડિયા બાદ પણ બાળકીના કોઇ સગડ નહીં, શંકાની સોય સાવકા પિતા તરફ

વોશિંગ્ટન, તા. 16 ઓક્ટોબર 2017 સોમવાર

અમેરિકાના ટેક્સાસમાં ત્રણ વર્ષની ભારતીય બાળકીના લાપતા હોવાના મામલે સ્થાનિક પોલીસ પુરાવા શોધવામાં લાગેલી છે.

શેરિન મેથ્યુઝ નામની આ બાળકીને ભારતીય અનાથાશ્રમથી દત્તક લેવામાં આવી હતી.

7 ઓક્ટોબરે અમેરિકાના ટેક્સાસમાં ત્રણ વર્ષની આ બાળકીએ તેના સાવકા પિતાએ દૂધ ના પીવાના કારણસર ઘરની બહાર વૃક્ષ નીચે ઉભા રહેવાની સજા આપી હતી. જે બાદ આ બાળકી લાપતા થઈ ગઈ હતી.

આ ઘટનાની ફરિયાદ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે અને ઘટનાની તપાસમાં FBI સામેલ થઈ ગઈ છે તેમજ તપાસ એજન્સીએ ઘરની તપાસ પણ કરી છે.

મીડિયાનો આરોપ છે કે પોલીસ આ મામલે બાળકીના ગાયબ થવાના એક અઠવાડિયા બાદ પણ કોઈ જવાબ આપી રહ્યા નથી.

તપાસ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે બાળકીના લગભગ ગાયબ થવાના કેટલાય કલાકો બાદ બીજા દિવસે સવારે આઠ વાગે તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે સાવકા પિતાની પણ શંકાના આધારે ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકી માનસિક બીમાર હતી અને સરખુ બોલી શકતી પણ નહોતી.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments