Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓબામા કેરનો વિરોધ કરનારાઓને પડકાર

- રીપબ્લિકનોના ધમપછાડા છતાં નવો કાયદો ના આવી શક્યો, ઓબામા કેર અડીખમ

(પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા)બાર્ટલેટ (શિકાગો), તા. 2 જૂલાઇ 2018 સોમવાર

સમગ્ર અમેરીકામાં એફેર્ડેબલ કેર એક્ટને તમામ રહીશો ઓબામા કેર એક્ટના હૂલામણા નામથી ઓળખે છે અને આ સમગ્ર કાયદાને નેસ્તનાબુદ કરવા માટે રીપબ્લીકન પાર્ટીના નેતાઓએ અનેક પ્રકારના ધમપછાડા મારેલ છે પરંતુ તેઓને તેમાં ઝાઝી સફળતા મળેલ નથી અને આજે પણ આ ઓબામા કેર એકટનો કાયદો અડીખમ રીતે ઉભેલ છે. પરંતુ આ કાયદાને ઉથલાવવા તેમજ તેને નેસ્તનાબુદ કરવા માટે રીપબ્લીકન પાર્ટીના નેતાઓએ હવે નવા નવા માર્ગો અપનાવવાની શરૃઆત કરેલ છે અને અમેરીકાના ૨૦ જેટલા રૃઢીચુસ્ત માનસ ધરાવતા રાજ્યના અધિકારીઓએ ફેડરલ કોર્ટમાં એક કેસ ગયા ફેબુ્રઆરી માસ દરમ્યાન દાખલ કરેલ છે અને આવા પ્રકારની ચેષ્ટાઓ સામે સમગ્ર અમેરીકામાં વસવાટ કરતા રહીશોમાં તીવ્ર અસંતોષની લાગણીઓ પ્રસરેલી જોવા મળેલ છે.

આ અંગેના કારણોમાં જાણવા મળે છે તેમ ૨૦ રાજ્યોના સત્તાવાળાઓ એવું માની રહ્યા છે કે કોંગ્રેસના સત્તાવાળાઓએ ટેક્ષક્ટ અને જોબ એક્ટ અન્વયે વ્યક્તિગત આદેશને દુર કરેલ છે અને તેથી હાલમાં જે ઓબામા કેર એક્ટ કાર્ય કરી રહ્યો છે તે ગેરકાયદેસર છે અને તેથી તેને નેસ્તનાબૂદ કરવો જોઈએ એવા પ્રકારની માંગણી નામદાર ન્યાયાધીશની કોર્ટમાં કરવામાં આવેલ છે. જેની સામે ઓહાયો તેમજ કોલોરાડો અને અલાસ્કા રાજ્યના ગવર્નરોએ દ્વિપક્ષીય રીતે તેનો સામનો કરવાનું નક્કી કરેલ છે જેનાથી સમગ્ર અમેરીકામાં વસવાટ કરનારાઓ તથા ઓબામા કેર એક્ટનો લાભ લેનારાઓમાં અનેરા ઉત્સાહની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે.

આ અંગે વિશેષમાં જાણવા મળે છે તેમ ૨૦ જેટલા રૃઢિચુસ્ત રાજ્યના સત્તાવાળાઓએ ઓબામા કેર એક્ટને નાબુદ કરવા માટે નામદાર અદાલતને આંગણે જે અરજ ગુજારવામાં આવેલ છે અને તે જો માન્ય રાખવામાં આવે તો હેલ્થ ઈન્સ્યોરન્સ લેનારાઓને અનેક પ્રકારની અવળી અસરોનો સામનો કરવો પડે તે પરિસ્થિતિનું સર્જન થાય તેવો ભય સતાવી રહેલ છે.

હાલમાં જો કોઈ પણ વ્યક્તિને પોતાનો હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો હોય તો જે તે વીમા કંપનીઓએ પૂર્વે અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિનો સ્વીકાર કરીને જે તે અરજદારોને વીમો આપવાનો રહે છે પરંતુ આ ૨૦ જેટલા રાજ્યોના વહીવટ કરનારાઓને પોતાના રાજ્યમાં વસવાટ કરનારી જનતાને આ પરિસ્થિતિનો લાભ મળે એવું ઈચ્છતા નથી.

રીપબ્લીકન પાર્ટીના નેતાઓએ પોતાના સેનેટરો ગ્રેહામ તેમજ કેસેડીના બીલ દ્વારા વ્યક્તિગત આદેશને દૂર કરવા અને તેની સાથે સાથે ઓબામાકેર મેડીકેડનું વિસ્તરણ કરવાની તથા તેની સંપૂર્ણ હકુમત જે તે રાજ્યોને સોંપવી એવી રજુઆત કરવામાં આવી પરંતુ સેનેટમાં તેને નિષ્ફળતા પ્રાપ્ત થઈ હતી. પરંતુ હવે આ પક્ષના નેતાઓએ તેને અદાલતના દ્વાર ખખડાવીને તે અંગે જરૃરી ઘટતા પગલા ભરવા માટે એક પ્રક્રિયા હાથ ધરેલ છે. ખરેખર તો આ અંગે કોંગ્રેસ તથા પ્રજાનો મત મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરવી જોઈએ પરંતુ રીપબ્લીકન પાર્ટીના નેતાઓ પાસે આ ઓબામા કેરને નેસ્તનાબુદ કરવા માટે સેનેટમાં પુરતા મતો ન હોવાથી તે પસાર ન થઈ શકે એવી ભીતિ હોવાથી હવે કોર્ટના શરણે તેઓ ગયેલા છે. પરંતુ હવે ત્રણ રાજ્યોના ગવર્નરોએ આ સમગ્ર પ્રશ્નનો દ્વિપક્ષીય રીતે સામનો કરવાનું નક્કી કરવામાં આવતાં તે અંગે સમગ્ર અમેરીકન પ્રજામાં રાહતની લાગણીઓ અનુભવાઈ રહી છે.

અમેરીકામાં વસવાટ કરતા ૭૦ ટકા લોકો આ ઓબામા કેર એક્ટનો કાયદો હરહંમેશ માટે કાર્યવંત રહે એવું ઈચ્છી રહ્યા છે પરંતુ રીપબ્લીકન પાર્ટીના નેતાઓ તેને નાબુદ કરવા માટે અનેક પ્રકારની મથામણો કરી રહ્યા છે. આવતા નવેમ્બર માસ દરમ્યાન મધ્યવર્તી ચુંટણી યોજાનાર છે અને તેમાં હાઉસના તમામ સભ્યો તેમજ સેનેટમાં ફારેગ તથા સભ્યોની ચુંટણી યોજાશે અને તે અંગેના પરિણામો શું આવશે તેના પર હવે સમગ્ર આધાર છે. અને તમામ રહીશોનું ધ્યાન આ પરિણામો તરફ કેન્દ્રિત થયેલું જોવા મળે છે.

Post Comments