Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જર્મનીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓમાં ત્રણગણો વધારો થયો

- વિવિધ જર્મન યુનિવર્સિટીઝમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કનેક્ટ કરવા પોર્ટલ બનાવાયુ

બર્લિન, તા. 11 જાન્યુઆરી 2017, બુધવાર

બર્લિન સ્થિત ઇન્ડિયન એમ્બેસીનું કહેવુ છે કે વર્ષ 2010થી 2016 દરમિયાન જર્મનીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. જર્મન યુનિવર્સિટીઝમાં અભ્યાસ કરી રહેલા લગભગ 13,740 ભારતીય વિદ્યાર્થીઓને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે એક પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે.

એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે 'ઇન્ડિયનસ્ટૂડેન્ટ્સજર્મની ડોટ ઓઆરજી- ભારતીય વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે એમ્બેસી બ્રાન્ચની જેમ કામ કરશે. જર્મનીમાં અલગ-અલગ જગ્યાએ અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને એક મંચ પર લાવશે, જર્મનીમાં અભ્યાસ કરતા અને અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને જરૂરી સૂચનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને નોકરી, ઇન્ટર્નશીપ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સરળ ટ્રાન્જેક્શન, સ્કૉલરશિપ, રહેવા માટેની જગ્યા, વીઝા અને વિદ્યાર્થીઓને લગતી માહિતી પૂરી પાડવામાં મદદ કરશે.'

Post Comments