Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્યામ તમે વાંસળીના સૂરથી માંડીને મોર બની થનગનાટ કરે સુધીના સોંગ

- કલાકુંજ હ્યુસ્ટનમાં ગુજરાતનો સ્થાપનાદિન ઉજવાયો

- તારક મહેતાને આપેલી શ્રદ્ધાંજલિ પણ બહાર પડાઈ

હ્યુસ્ટન, તા. ૧૫

૬ મે, શનિવારની સુંદર, નમણી સાંજ, ગુજરાતના વિવિધ ટહુકાઓથી હ્યુસ્ટનના 'સ્ટેફર્ડ સિવિક સેન્ટર'ના હૉલમાં, લગભગ એક હજાર પ્રેક્ષકોની હાજરીમાં ગૂંજી ઊઠી. ગુજરાતની સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે 'કલાકુંજ' નામની સંસ્થાએ તેના આદ્યસ્થાપક શ્રી મુકુંદ ગાંધી, પ્રેસિડેન્ટ શ્રી રસેશ દલાલે એક ભવ્ય કાર્યક્રમ પ્રસ્તુત કર્યો.

હ્યુસ્ટનની આ સંસ્થા 'કલાકુંજ' છેલ્લા ચારેક વર્ષથી, કલાવિષયક કાર્યક્રમો માટે કટિબદ્ધ છે. સ્થાનિક કલાકારોને મંચ મળે, પ્રોત્સાહન મળે, તાલીમ મળે એવી ભાવના સાથે આપણી સંસ્કૃતિ અને સંસ્કારને સાચવીને, કાર્યક્રમો કરે છે, ત્રિઅંકી નાટકો, ગીત, સંગીત, ગરબા- રાસ, આ ધુનિક સમૂહનૃત્યો અને લઘુનાટિકાઓ રજૂ કરી ચૂકી છે.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કવિ અને ગઝલકાર શ્રી શોભિત દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ૪૨ વર્ષોથી સાહિત્યસર્જનમાં પ્રવૃત્ત છે. ૩૦ વર્ષથી ગઝલકાર તરીકે તેમણે ૩૦૦૦થી વધુ કાર્યક્રમો આપ્યા છે. તેમણે ભારતીય ભાષાઓમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ પ્રિયદર્શિની પારિતોષિક અને ૨૦૧૨માં હાઉસ ઓફ લોર્ડ્સ તરફથી ઇન્ટરનેશનલ પોએટ ઓફ ધ યરનું સન્માન પણ મળ્યું છે.

કાર્યક્રમનો શુભ આરંભ શ્રી પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયના સ્વરમાં ગવાયેલ પ્રાર્થનાથી થઈ. તે પછી 'ગુજરાત દર્શન' નામે એક વિડિયો-પ્રેઝન્ટેશન સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ અને ત્યારબાદ ગીત- સંગીતની રમઝટ શરુ થઈ. અલ્પા શાહ, હેમંત દવે, ડોક્ટર ઓમકાર દવે, દિપ્તીબેન દવે અને શશાંક ત્રિવેદીના ગુ્રપે, પોતાના સુમધુર કંઠે અને વાજિંત્રો સાથે ગીતોથી ડોલાવીને પ્રેક્ષકોને રંગમાં લાવી દીધા હતા.

'પંખીઓએ કલશોર કર્યો', 'હરિ તુ ગાડું મારું', 'શ્યામ તમે વાંસળીના સૂર...', 'તને જાતા જોઈ પનઘટની વાટે' અને 'ચગડોળ ચાલે...', 'હુતૂતૂતૂ' જેવા સદાબહાર કાવ્યો/ ગીતોની રમઝટે પ્રેક્ષક ગૃહમાં સંગીતનો એક માહોલ ઉભો કરી દીધો. ઓમકાર દવે અને હેમંત દવેના કંઠે રજૂ થયેલ ગીત 'હુતૂતૂતૂતૂ'એ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. આ ગીત- સંગીતના કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન શાહનું હતું.

ત્યારબાદ કેટલાક ગરબા રજૂ થયા હતા. ગુજરાતના સાંસ્કૃતિક એમ્બેસેડર ગણાતા ઉમા નગરશેઠના દિગ્દર્શનમાં એક ગરબો 'ખમ્મા ખમ્મા' રજૂ થયો હતો. કુ. હંસિની વ્યાસ દિગ્દર્શિત એક ગરબો 'મોર બની થનગનાટ કરે', મનીષા વ્યાસ દ્વારા રજૂ થયેલ 'દૂધે ભરી તલાવડી', માસ્ટર ઇન્દ્રવદન ત્રિવેદી અને ભદ્રેશ પટેલના નેજા હેઠળ રજૂ થયેલી 'લીલી લેમડી' રે પ્રેક્ષકોને ખૂબ પસંદ પડયો. રાણા અને અમી જૈન ગુ્રપનો ગરબો 'નદી કિનારે નારિયેળી' પણ ખૂબ વખણાયો હતો. છેલ્લે રજૂ થયેલ 'ભાષા મારી ગુજરાત છે'માં હ્યુસ્ટનના ઘણા જાણીતા ચહેરાઓને સ્ટેજ પર વિવિધ વેશભૂષામાં રજૂ કરીને એકદમ ફાસ્ટ મોશનમાં રજૂ કરવામાં આવેલ કાર્યક્રમને તો વન્સમોર મળ્યો હતો. વિવિધ- વય ગુ્રપમાં પ્રસ્તુત થયેલા બધા જ ગરબામાં કલાની નજાકત માણવા મળી.

ડૉ. વિપીન કીકાણી લિખિત અન ઉમા નગરશેઠ દિગ્દર્શિત અને અભિનીત નૃત્યનાટિકા 'મીરાંબાઈ' સૌથી ઉત્કૃષ્ટ રજૂઆત હતી એમ પ્રેક્ષકગણમાં બોલાતું હતું. એનું રૃપાંતર અને 'નેરેશન' હ્યુસ્ટન કવયિત્રી દેવિકા ધુ્રવે કર્યું હતું. તેમનો અવાજ અને પ્રવક્તા તરીકેની શૈલી પ્રેક્ષક ગૃહમાં અસરકારક અને ધારી અસર ઉપજાવતી હતી મીરાંબાઈના પાત્રમાં ઉમાબેન નગરશેઠે અદ્ભુત અને કલાત્મક અભિનય કૌશલ્ય દર્શાવ્યું હતું.

'ઉલ્ટા ચશ્મા' એ સ્વ. તારક મહેતા લિખિત વિશિષ્ટ નાટક હતું જેમાં માત્ર બે જ પાત્રો- ડોક્ટર ઓમકાર દવે અને યોગિના પટેલ- 'એલીવેટર' (લિફ્ટ)ના દરવાજા પાસે બે છૂટાછેડા માટે સહી કરી ચૂકેલા સ્ત્રી- પુરુષો વચ્ચેનો વાદ-વિવાદ ખૂબસૂરતીથી વર્ણવ્યો હતો. બન્ને કલાકારોનો અભિનય ઉત્કૃષ્ટ હતો. આ નાટકમાં મનોજ મહેતાનું સંગીત અને વિનય વોરાની રંગમંચ વ્યવસ્થા તથા ત્રિઅંકીમાંથી એકાંકી બનાવનાર હતા નરેશ કાપડિયા.આ પ્રસંગે એક ખૂબસૂરત સોવેનિયર પણ બહાર પાડવામાં આવ્યું હતું.

જેમાં, શ્રી રસેશ દલાલ, દેવિકા ધુ્રવ, ભાગ્યેશ જહા, તુષાર શુક્લ, હરનીશ જાની, મુકુંદ ગાંધી, ઉમા નગરશેઠ, નવીન બેંકર જેવાના ઉમદા લેખો તથા તારક મહેતાની શ્રદ્ધાંજલિ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે.આવા અતિ સુંદર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શ્રી રસેશ દલાલે કર્યું અને છેલ્લે વિનય વોરાએ આભારવિધિ કરી હતી. સંસ્થાના સ્થાપક શ્રી મુકુંદભાઈ ગાંધી અને તેમની સમિતિના સૌ સભ્યો અભિનંદનના અધિકારી છે.

Post Comments