Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પારૃલબેન શાહે પાંચમા પછી છઠ્ઠા વર્ષીતપની આરાધના શરૃ કરી

- જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં

- વિલાસબેન શાહે બીજા વર્ષીતપની આરાધના શરુ કરી : ભવ્ય રંગમંડપમાં સ્નાત્ર પૂજા

બાર્ટલેટ, શિકાગો, તા. ૧૫

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં તાજેતરમાં વર્ષીતપના બે તસ્વીઓએ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં પારણા કર્યા હતા જેમાં પારૃલબેન જયેશકુમાર શાહ કે જેમણે પાંચમો વર્ષીતપ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષીતપનો આરંભ કરેલ છે. જ્યારે બીજા તપસ્વી વિલાસબેન અમ્રતલાલ શાહ વાંકાનેરવાળાએ તેમના બીજા વર્ષીતપની આરાધનાના અંતે પારણા કર્યા હતા. આ પ્રસંગે જૈન સોસાયટીમાં યોજવામાં આવેલ સામુહિક પારણામાં મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ હાજરી આપી હતી.

વર્ષીતપના પારણાની ઉજવણી પ્રસંગે સૌ પ્રથમ જૈન સંઘના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનને શેરડીના રસનો પ્રક્ષાલ કરવામાં આવ્યો હતો જેમાં બંને તપસ્વીઓએ આનંદ અને ઉલ્લાસપૂર્વક લાભ લીધો હતો ત્યારબાદ જૈને દેરાસરના ભવ્ય રંગ મંડપમાં સ્નાત્રપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર રહેલા તમામ ભાઈ-બહેનોએ લાભ લીધો હતો. અંતમાં આરતી સુવર્ણાબેન ભાવસાર પરિવાર તથા મંગળ દીવો કેશરીચંદ અને ભાનુબેન પરિવારે ઉતાર્યો હતો. તેમજ શાંતિ કળશની વિધિ ભૂતપૂર્વ ટ્રસ્ટી ચેરમેન કિશોરચંદ્ર છગનલાલ શાહ કછોલીવાળાએ કરી હતી. આ દિવસે વૈશાખ સુદ-૩નો દિવસ હતો તેથી જૈન સમાજમાં આ દિવસનું સવિશેષ પ્રમાણમાં મહત્ત્વ છે.

વર્ષીતપના તપસ્વી પારૃલબેન શાહે અમારી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેમણે અત્યાર સુધીમાં પાંચ વર્ષ સુધી સળંગ રીતે આ તપની આરાધના કરેલ છે અને છેલ્લા ત્રણ વર્ષથી એક અઠવાડિયાના સાત દિવસમાંથી ત્રણ દિવસના સળંગ ઉપવાસ જેને અઠ્ઠમ કહેવામાં આવે છે તથા બીજા બે ઉપવાસો અને  ફક્ત બે જ દિવસ ભોજન લે છે. ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન અત્યાર સુધીમાં તેમણે ૯૧ અઠ્ઠમ તપ એટલે સળંગ ત્રણ દિવસના ઉપવાસો કરેલ છે. અને તેમની ઇચ્છા ૧૧૧ અઠ્ઠમ તપની આરાધના કરવાની છે. જ્યારે બીજા તપસ્વી વિલાસબેન અમ્રતલાલ શાહનું આ બીજું વર્ષીતપ છે અને તેમણે આ દિવસે પારણું કરીને તેની પૂર્ણાહૂતિ કરેલ છે. જૈન સંઘના હાજર રહેલા ભાઈબહેનોએ તપસ્વીઓને શેરડીના રસ દ્વારા પારણા કરાવ્યા હતા.

આ વર્ષ પારૃલબેન શાહનો છઠ્ઠો વર્ષીતપ શરૃ થયેલ છે જ્યારે તેમની સાથે અલગાવક્વીન ટાઉનમાં રહેતા જીગીષાબેન કેતનભાઈ શાહે પણ આ તપની આરાધના શરુ કરેલ છે.

Post Comments