Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં ભારતીય અમેરિકનના સ્ટોરને આગ ચાંપી ફૂંકી મારવાનો પ્રયાસ

- ફ્લોરિડાની સેંટ લૂઇ કાઉન્ટીમાં વંશીય હુમલાની વધુ એક ઘટના

- મેં સ્ટોર માલિકને મુસ્લિમ સમજીને આગ લગાડી હતી : અમેરિકનની ચોંકાવનારી કબૂલાત

 
(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 12 માર્ચ, 2017, રવિવાર
 
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાયા ત્યારથી વંશીય હુમલામાં વધારો થયો છે. હવે ફ્લોરિડાની સેંટ લૂઈ કાઉન્ટીમાં એક ભારતીય અમેરિકનની માલિકીના સ્ટોરને આગ ચાંપીને ફૂંકી મારવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે, આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરતા કહ્યું છે કે, મેં સ્ટોર માલિકને મુસ્લિમ સમજીને આગચંપી કરવાનો પ્રયાસ કર્યો હતો. હું ઇચ્છતો હતો કે, બધા જ આરબો મારા દેશમાંથી જતા રહે. 
 
આ જઘન્ય હુમલો કરનારી વ્યક્તિનું નામ રિચર્ડ લોયડ હોવાનું માલુમ પડયું છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યાનુસાર, તેણે લોકોને ગભરાવવાના હેતુથી આ હુમલો કર્યો હતો. તે ઇચ્છતો હતો કે, બધા લોકો ગભરાઇને અમેરિકામાંથી જતા રહે. લોયડની ઉંમર 64 વર્ષ છે.
 
તેણે સૌથી પહેલાં સ્ટોર નજીક પડેલી કચરાપેટીઓમાં આગચંપી કરી હતી. બાદમાં તેણે આગ સ્ટોરમાં જુદા જુદા સ્થળો પર ફેંકી હતી. અમે તેની સામે આગચંપીનો આરોપ લગાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 
એફબીઆઈના આંકડા પ્રમાણે, અમેરિકામાં ૨૦૧૫ પછી મુસ્લિમો પરના હુમલામાં ૬૫ ટકાનો વધારો થયો છે. અમેરિકામાં રિચર્ડ લોયડ જેવા અનેક લોકો ભારતીયો અને ખાસ કરીને શીખોને પણ મુસ્લિમ સમજીને હુમલા કરી રહ્યા છે. પોલીસ તપાસમાં લોયડે કહ્યું હતું કે, ઇસ્લામના અનુયાયીઓ મધ્ય પૂર્વીય દેશોમાં જે કંઇ કરી રહ્યા છે.
 
એવું જ તેઓ અમેરિકામાં પણ કરવા ઇચ્છે છે. એટલે હું તેમના પર ગુસ્સે છું. નોંધનીય છે કે, હાલમાં જ ૩૨ વર્ષીય ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિપોતલા પર આવો જ હુમલો કરીને હત્યા કરાઇ હતી. આ ઉપરાંત ભારતીય મૂળની એકતા દેસાઇ સાથે પણ ટ્રેનમાં ગેરવર્તન કરાયું હતું કારણ કે, તે 'વિદેશી' હતી.

Post Comments