Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૩૦ જૂન સુધીમાં PIO કાર્ડને OCI માં બદલવા સત્તાવાળાનો અનુરોધ

- નહીંતર સખત પેનલ્ટી અને વિલંબ માટે તૈયાર રહો

- PIO કાર્ડ દ્વારા Dual Citizenના સૈધ્ધાંતિક સ્વીકાર બાદ તે ક્રમશઃ OCI કાર્ડમાં પરિણમ્યું હતું

(ચંદ્રકાંત ત્રિવેદી દ્વારા)    ન્યુજર્સી, તા. ૧૫

અમેરિકામાં વસતા અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કરી ભારત જવા માગનાર જે કોઇએ Dual Citizen ના ભાગ રૃપે Person of Indian Origin (POI) કાર્ડ મેળવનાર સહુને ખાસ જણાવવાનું કે છેલ્લા કેટલાય સમયથી ભારત સરકાર તેની વિદેશની એમ્બેસી, કોન્સ્યુલેટ ઓફિસ દ્વારા સતત જણાવતી રહી છે કે આ સર્વ PIO કાર્ડ ધારકોએ તા. ૩૦ જૂન ૨૦૧૭ સુધીમાં તેમના PIO કાર્ડને OCI  કાર્ડમાં બદલવાની તાતી જરૃર છે. હાલ આ change માટે કોઇ ફી નથી, માત્ર shipping and handling ચાર્જ જ છે પણ ૩૦ જૂન બાદ PIO ને OCI કાર્ડમાં બદલવા માટે મોટી પેનલ્ટી અને લાંબો વિલંબ લાગશે તેની સહુએ નોંધ લેવી ઘટે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સપ્ટેમ્બર ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ અમેરિકાની મુલાકાતે આવ્યા ત્યારે ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ મેડીસન સ્ક્વેર ગાર્ડન, ન્યૂયોર્કની ઐતિહાસિક પબ્લીક મીટીંગને સંબોધતાં PIO / OCI કાર્ડ એક કરવાની વાત જણાવી હતી અને ત્યારબાદ ભારત સરકારના સંબંધિત ખાતા તરફથી આ પ્રક્રિયા પૂરી કરવા માટેની On line guidelines તથા ફોર્મ પ્રસ્તુત કરાયા હતા. પણ આપણો સ્વભાવજન્ય આળસને કારણે હજુ ઘણા બધા PIO  કાર્ડ ધારકોએ આ સ્કીમનો લાભ લીધો નથી.

એક બિન સત્તાવાર માહિતી પ્રમાણે વિશ્વભરમાં આશરે ૬૨,૦૦૦ લોકોએ PIO અને OCI કાર્ડમાં રૃપાંતરિત કર્યા નથી અને ભારત સરકાર આ બાબત સહુ  PIO કાર્ડધારકોને આગ્રહભરી વિનંતિ કરે છે કે બનતી ત્વરાએ આ કામ Online અથવા FIA ના વીસા કેમ્પમાં પહોંચી જઇ આ change કરાવી લે. ૩૦ જૂન ૨૦૧૭ સુધી આ convirson ની ફી નથી પણ ત્યાર બાદ Heavy Penalty છે. બીજું જેટલો વિલંબ કરશો એટલું મોડું થશે કારણ અંતિમ સમયે હજારો અરજીઓનો ભરાવો થશે તો પણ મોડું થશે.
PIO કાર્ડ Dual Citizen ના સૈધ્ધાંતિક સ્વીકાર બાદ પ્રથમ પ્રયાસ હતો જે ક્રમશ- OCI કાર્ડમાં પરિણમ્યો.

FIA, IAB, CKGS, CGI તથા અન્યના સહયોગથી હાલ મેટ્રોપોલિટન ન્યૂયોર્ક / ન્યુ જર્સી વિસ્તારમાં વીક એન્ડ (શનિવારે) યોજાતા વીસા કેમ્પને જનતાનો ભવ્ય આવકાર સાંપડયો છે. તા. ૬ મેના રોજ  Plainsboro, NJ ખાતે ૧૭૫ જણાએ લાભ લીધો હતો.

જ્યારે તા. ૧૩ મેના રોજ Edison, NJ ખાતે સખત વરસાદ અને પ્રતિકૂળ હવામાન, સખ્ત ઠંડી છતાં અનેકોએ Indus American Bank માં વીસા કેમ્પમાં ભાગ લીધો હતો. તા. ૨૦ મે Ben Salem, PA અને ૨૭ મે Jackson Ht, New York આ કેમ્પ છે. આ કેમ્પમાં આવનાર સહુ આ પ્રકારની વિશિષ્ટ સુવિધા અને આયોજનથી પ્રભાવિત થયા હતા અને આવા વધુ  કેમ્પ યોજવાની વિનંતી કરતા હતા.

Post Comments