Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રમઝાન કે દિન મત જાના છત પર રોજા ન તોડ દે કોઇ ચાંદ સમજકર

- હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં... એક શામ શોભિત દેસાઇ કે નામ

હ્યુસ્ટન, તા. ૧૫

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૪મી બેઠક, પાંચમી મે, ૨૦૧૭ ને શુક્રવારની સલૂણી સાંજે સુગરલેન્ડના માટલેજ રોડ પર આવેલા રીક્રીએશન સેન્ટરના હોલમાં લગભગ ૧૨૫ જેટલા સાહિત્યપ્રેમીઓની હાજરીમાં કવિ શ્રી શોભિત દેસાઇની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

મહેફિલની દુનિયાના દોસ્તો, નવરંગી નશો માણવા ઉમટયા હતાઃ દેવિકાબેને પુસ્તક ભેટ આપ્યું
તો.. મહેફિલની દુનિયાના દોસ્તો, આવો આ વિશિષ્ટ કાર્યક્રમનો નવરંગી નશો માણીએ.

પ્રમુખ શ્રી સતિશ પરીખે સ્વાગતના બે શબ્દો કહ્યા. રેખાબેન બારડે ''મંદિર તારું વિશ્વ રૃપાળું'' પ્રાર્થના કરી. ખ્યાતનામ વૈજ્ઞાાનિક શ્રી કમલેશ લલ્લાએ તથા ડો. ઇન્દુબેન શાહે પુષ્પગુચ્છથી કવિ શ્રી શોભિત દેસાઇનું સ્વાગત કર્યું. કાર્યક્રમના સૂત્રધાર કવયિત્રી દેવિકાબેન ધુ્રવે સમગ્ર કાર્યક્રમનો દોર પોતાના હાથમાં લઇ લેતાં, શોભિત દેસાઇનો પરિચય આપતા કહ્યું કે પયગંબરીના ફૂલ જેવા શેરો ઉછાળતાં શ્રી શોભિતભાઇ મુશાયરાના મહારથી અને જલસાના જ્યોતિર્ધર છે.

શ્રી સતિશ પરીખે, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સર્જકો, તેમના સર્જન અને પંદર વર્ષની બેઠકોની ઝલક દર્શાવી તથા એ દર્શાવતું એક પુસ્તક પણ શોભિતભાઇને ભેટ આપ્યું. દેવિકાબેને તાજેતરમાં પ્રગટ થયેલ પોતાનું ''કલમને કરતાલે'' પુસ્તક ભેટ આપ્યું.

બે કકડે પૂરા અઢી કલાક વક્તવ્ય આપનાર શોભિત દેસાઇએ શુક્રવારની એ સાંજ સોનેરી, નમણી, લખલૂટ અને રમણીય બનાવી દીધી હતી. કાર્યક્રમના પ્રથમ દૌરમાં તેમણે આપણા ગઝલકારો શ્રી મરીઝ, મનહર મોદી, ઘાયલ સાહેબ, કૈલાસ પંડિત, નિદા ફજલી, વગેરેના દિલચશ્પ કિસ્સા અને રચનાઓ કહી સંભળાવી.

''એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવું હોય ઘણું અને કશું યાદ ન આવે.'' (મરીઝ)

કૈલાસ પંડિતની નજમ 'સિગ્નલોના શ્વાસથી જીવતું નગર' પર શ્રોતાઓ ઝૂમી ઉઠયા હતા.

''કરૃં છું આ ક્ષણે તો બાજી રમવાના વિચારો હું,
જીતું તો મેળવું તમને, જો હારૃં તો તમારો હું''
મસ્તીભરી અદાથી રજૂ કર્યું.

'નથી મેં ખેપ મંદીરની લગાવી, નથી મે આશકા માથે ચડાવી' અને
મરીઝ અને મદીરાની પ્રશસ્તિ કરતા વક્તવ્ય વખતે પ્રેક્ષકો તેમને તાળીઓથી વધાવતા જતા હતા

માપી લે પળભરમાં પુરો, ક્યાસ એનું નામ છે,
ઝળહળે અંધકારમાં, અજવાસ એનું નામ છે.
એની દુઆથી સમયને સેરવું છું હું,
મરજી મુજબ ગ્રહોને સતત ફેરવું છું હું,
જીવનમાં સાચા નિર્ણયો લીધા છે ક્યાં કદી
નિર્ણય લીધા પછી એને સાચા ઠેરવું છું હું

નિદા ફજલીની ઉર્દુ કવિતા 'બચ્ચા સ્કુલ જા રહા હૈ' તથા રફી-લતાના એક ખૂબ જાણીતા હિન્દી ગીતની તર્જ પર શોભિત દેસાઇએ બનાવેલા ગુજરાતી ગીતની રજુઆતને શ્રોતાઓએ ખૂબ દાદ દીધી હતી. મંદિરો, મસ્જીદો, સાધુબાવા પર તીવ્ર કટાક્ષ કરતી કવિતાઓને પણ શ્રોતાઓએ ખૂબ વખાણી હતી.

યે જો મહંત બૈઠે હૈ, રાધાજી કે કુંડ પર,
અવતાર બનકે કુદેંગે પરિયોં કે ઝુંડ પર
રમજાન કે દિન મત જાના છત પર
રોજા ન તોડ દે કોઇ ચાંદ સમજકર
ઉનસે છીંકે સે કોઇ ચીઝ ઉતરવાઇ હૈ
કામકા કામ ઔર અંગડાઇ કી અંગડાઇ હૈ
દેખકર સાંવલી સુરત કિસી મતવાલીકી
હું મુસલમાન પર કહે દિયા 'જય કાલી'

વચ્ચે શોભિતભાઇને વિરામ આપવા, હ્યુસ્ટનના ચાર સર્જકોને પોતાની કૃતિ રજુ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે સૌ પ્રથમ ભાવનાબેન દેસાઇએ,શોભિત દેસાઇ રચિત ગઝલ ''પૂર્ણ સંતોષી છું, બેડો પાર લાગે છે મને''નું જોગ અને ખમાજ મિશ્રિત રાગમાં પોતે સ્વરાંકન કરી, મધુર સ્વરે ગાઇ સંભળાવી હતી. કવિ શ્રી સુરેશ બક્ષીએ કેટલાક મુક્તકો રજુ કરીને શ્રોતાઓની દાદ મેળવી હતી.

હાઇકુ અને હઝલથી શ્રોતાઓને હસાવતા હાસ્યલેખક અને કવિ શ્રી ચીમન પટેલે પણ પોતાની કૃતિ 'મળવાનું થયું' જેમાં કોમ્પ્યુટર પર મળતી પ્રિયતમાની વાત કમ્પ્યૂટરની ટેકનીકલ ભાષામાં રજુ કરીને શ્રોતાઓને મનોરંજન પુરું પાડયું હતું. પ્રવિણાબેન કડકિયાએ શોભિત દેસાઇની પ્રશસ્તિ કરતી ચાર પંક્તિઓ સંભળાવી હતી. કવયિત્રી દેવિકા ધુ્રવે પોતાની બે રચનાઓ ' આ ગુજરાત છે' જેનું સ્વરાંકન શ્રી ગૌરાંગ વ્યાસે કર્યું છે. તે તથા 'પૃથ્વી વતન કહેવાય છે' લાક્ષણિક શૈલીમાં રજૂ કરી હતી.

કાર્યક્રમને અંતે આભાર વિધિ અને સામૂહિક તસ્વીર બાદ સૌ વિખેરાયા હતા.

Post Comments