Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય મૂળના નિકેશ અરોડાને અધધ...850 કરોડ રૃપિયાનુ પગાર પેકેજ

- અમેરિકાની પાલો ઓલ્ટો નેટવર્કના સીઈઓ બનશે

નવી દિલ્હી,તા.6.જુન, બુધવાર
આંતરરાષ્ટ્રિય સ્તરે જાણીતી જાપાનની ટેલિકોમ ઓપરેટિંગ  કંપની સોફ્ટ બેંકના પૂર્વ સીઓઓ અને ભારતીય મૂળના નિકેશ અરોડાને અમેરિકાની એક કંપનીએ ઓફર કરેલા પગાર પેકેજના કારણે હલચલ મચી છે

અમેરિકાની પાલો અલ્ટો નેટવર્કે નિકેશ અરડોને સીઈઓ તરીકે જવાબદારી સોંપી છે.આ બદલ તેમને વાર્ષિક 128 મિલિયન ડોલર એટલેકે 850 કરોડનુ સેલેરી પેકેજ ઓફર કરાયુ છે.

બે વર્ષ સુધી સોફ્ટબેંકના સીઓઓ રહેલા નિકેશ અરોડા તે સમયે જાપાનમાં સૌથી વધારે પગાર ધરાવતા એક્ઝિક્યુટિવ હતા.તે વખતે સોફ્ટબેંકે તેમને 290 મિલિયન ડોલર પગાર ચુકવ્યો હતો.

હવે નિકેશ અરોડા પાલો ઓલ્ટો નેટવર્કમાં ફરજ બજાવશે.હાલમાં જે પેકેજ તેમને ઓફર થયુ છે તેના કારણે તેમની ગણના  અમેરિકામાં તગડો પગાર મેળવનારા ટોચના એક્ઝિક્યુટિવ્સ તરીકે થવા માંડી છે.

 

Post Comments