Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં ક્રેડિટ કાર્ડ છેતરપિંડી કેસમાં ૧૬ ભારતીયની અટકાયત

- લાખો ડૉલરની છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ

(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા.૧૦
અમેરિકામાં એક મહિલા સહિત ભારતીય મૂળના ૧૬ લોકો ક્રેડિટ કાર્ડ અને અન્ય આઇડેન્ટિટી ડિટેઇલ્સ ચોરતા ઝડપાયા છે. આ તમામ લોકો કુલ ૩૦ લોકોની સાયબર ગુના કરતી કોઇ ગેંગના સભ્ય છે એવું પોલીસે જણાવ્યું હતું. જોકે, પોલીસને શંકા છે કે, આ ગેંગમાં હજુ વધારે સભ્યો હોઈ શકે છે.

આ લોકોએ હેકિંગ કરીને માહિતી ચોરી હોવાના કારણે કંપનીઓ, સંસ્થાઓ અને વ્યક્તિગત ધોરણે કુલ ૩૫ લાખ ડૉલરનું નુકસાન થયું છે.

સાયબર છેતરપિંડી કરતી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ન્યૂયોર્કનો મોહમ્મદ રાણા નામનો ૪૦ વર્ષીય શખસ છે.

રાણા ૨૪ વર્ષીય ઇન્દ્રજિત સિંઘ સાથે મળીને આ કામ પાર પાડતો હતો. આ ગેંગ હજારો લોકોની પર્સનલ ક્રેડિટ માહિતી ચોરી લીધી હતી, જેના કારણે લાખો ડૉલરનું નુકસાન થયું છે. આ ગેંગમાં સોનલ કુકરેજા નામની એક મહિલાનો પણ સમાવેશ થાય છે.આ ગેંગના કેટલાક સભ્યોએ શૉપિંગ મૉલમાં જઇને અત્યંત મોંઘી ઇલેક્ટ્રોનિક  અને ફેશનેબલ ચીજવસ્તુઓ ખરીદી ત્યારે ઝડપાઇ ગયા હતા.

આ ખરીદી છેતરપિંડી કરીને ભેગી કરેલી માહિતીના આધારે બનાવેલા ક્રેડિટ કાર્ડના આધારે કરાઇ હતી. આ લોકો કાર્ડ હોલ્ડરને નવું કાર્ડ આપવાના બહાને જૂનું તેમની પાસેથી લઇ લેતા અને છેતરપિંડી કરીને મેળવાયેલા કાર્ડથી ખરીદી કરતા. આ ચીજવસ્તુઓ તેઓ નીચા ભાવે બજારમાં વેચીને કમાણી કરતા હતા.

Post Comments