Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાએ પાક.ને આતંકી દેશ જાહેર કરવાનું બિલ રજૂ કર્યું

- સરકારના બતાવવાના અને ચાવવાના દાંત જુદા!

- ભારતે પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવાનું બિલ ફગાવી દીધું

નવી દિલ્હી,તા.૧૦
પાકિસ્તાનનો એક દેશ તરીકે જન્મ થયો ત્યારથી તેની નીતિઓ ભારતવિરોધી રહી છે. સીધા યુદ્ધમાં ભારતને નહીં હંફાવી શકનારું પાકિસ્તાન આતંક ફેલાવીને ભારત સામે દાયકાઓથી યુદ્ધ કરી રહ્યું છે. હવે તો પાકિસ્તાને ભારતીય સેનાના જવાનો પર વધુને વધુ હુમલા કરવાની નીતિ પણ અમલમાં મૂકી છે. પઠાણકોટથી લઈને ઉરી હુમલા સુધીની આતંકવાદી ઘટનાઓ તેની સાબિતી છે.

આમ છતાં, ભારતની સરકારો બૂમરાણ મચાવ્યા સિવાય કશું જ કરતું નથી. હવે તો યુએસ કોંગ્રેસમાં પણ એક બિલ રજૂ કરીને પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાની માગ ઊઠી છે, પરંતુ ભારતમાં રાજ્યસભામાં રજૂ થયેલું આવું જ બિલ એનડીએ સરકારે એવું કહીને પાછું ખેંચી લીધું છે કે, અત્યારે આ પ્રકારના બિલની જરૃર નથી. આવા હાસ્યાસ્પદ જવાબ પરથી જ સાબિત થાય છે કે, અત્યારની સરકારના બતાવવાના અને ચાવવાના દાંત જુદા જુદા છે.

એનડીએ સરકારની બેવડી નીતિ ફરી એકવાર ખુલ્લી પડી
પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા રાજ્યસભામાં રજૂ કરાયેલું બિલ પરત ખેંચાયું
- પાક. સાથે ઇઝરાયેલને પણ આતંકી દેશ જાહેર કરો, મધ્ય પૂર્વમાં તેઓ પણ આતંક ફેલાવે છે: સપા
- આતંકગ્રસ્ત દેશમાંથી આવતા નાગરિકો માટે દેશમાં પૂરતા કાયદા હોવાથી બિલની જરૃર નથી: ગૃહ મંત્રાલય


અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવા બિલ પસાર કર્યું છે ત્યારે રાજ્યસભામાં આવું જ એક બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. હાલમાં જ રાજ્યસભાના સ્વતંત્ર સભ્ય રાજીવ ચંદ્રશેખરે કેટલાક સાંસદોના ટેકાથી પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવા બિલ રજૂ કર્યું હતું. આ બિલ મુદ્દે સરકારે કહ્યું હતું કે, આ પ્રકારના બિલની અત્યારે જરૃર જ નથી.

જો પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરતું બિલ પસાર કરવામાં આવે તો તેની સાથે આર્થિક અને વેપારી સંબંધ આપોઆપ જ ખતમ થઈ જાય. આ ઉપરાંત બિલ પસાર થયા પછી પાકિસ્તાનના નાગરિકો ભારત આવે ત્યારે જરૃરી નિયમો પણ જાહેર કરવા પડે. જોકે, આ મુદ્દે સઘન ચર્ચા કર્યા પછી રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી ગંગારામ આહિરે જણાવ્યું હતું કે, એક આતંકવાદી દેશમાંથી આવતા નાગરિક માટે અત્યારે આપણા દેશમાં પૂરતા કાયદા અને નિયમો છે જ. એટલે આ પ્રકારના બિલની કોઈ જરૃર નથી.

કોંગ્રેસના સભ્ય અભિષેક મનુ સિંઘવીએ આ બિલમાં કેટલાક ફેરફારો સૂચવતા કહ્યું હતું કે, આ બિલમાં પાકિસ્તાન સામે પગલાં લઇ શકાય એવા મુદ્દા પણ ઉમેરવા જોઇએ. આ બિલની ચર્ચામાં સુબ્રમણ્યમ સ્વામીએ વિસ્તૃત રજૂઆત કરતા કહ્યું હતું કે, આપણે પાકિસ્તાનમાં ફરી એકવાર હસ્તક્ષેપ કરવો જોઈએ. આ પહેલાં પણ આપણે આવું કર્યું હતું, જેના કારણે બાંગલાદેશનું નિર્માણ થયું હતું. હવે આ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. 

બીજી તરફ, આ બિલનો રાજ્યસભાના અનેક સભ્યોએ વિરોધ પણ કર્યો હતો. જાણીતા એડવોકેટ અને રાજ્યસભાના સભ્ય કેટીએસ તુલસીએ જણાવ્યું હતું કે, હું આ પ્રકારના બિલનો વિરોધ નથી કરતો, પરંતુ આપણે આ બિલ કેટલું પ્રેક્ટિકલ છે તેની પણ ચકાસણી કરવી જોઈએ. સમાજવાદી પાર્ટીના સભ્ય જાવેદ અલી ખાને કહ્યું હતું કે, હું આ બિલની તરફેણમાં છું, પરંતુ આતંકવાદી દેશ તરીકે આપણે ઇઝરાયેલનું નામ પણ ઉમેરવું જોઈએ કારણ કે, મધ્ય પૂર્વીય દેશોમાં ઇઝરાયેલ પણ આતંક ફેલાવી જ રહ્યું છે.

Post Comments