Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય મૂળના નીલ બસુની સ્કોટલેન્ડ યાર્ડમાં આતંક વિરોધી દળના વડા તરીકે નિમણૂક

- બ્રિટીશ પોલીસમાં સૌથી પડકારજનક કામ ગણાય છે

- બસુ હાલમાં લંડનના મેટ્રોપોલિટન પોલીસમાં ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે

કાઉન્ટર ટેરરિઝમના વડા તરીકે ૨૧મી માર્ચે હોદ્દો સંભાળશે
(પી.ટી.આઇ.) લંડન, તા. 5 માર્ચ, 2018, સોમવાર

બ્રિટનના સ્કોટલેન્ડ યાર્ડના ભારતીય મૂળના અધિકારી નીલ બસુની આતંક વિરોધી વિભાગના વડા તરીકે નિમણૂંક થઈ છે. બ્રિટનની પોલીસમાં આ સ્થાન પડકારજનક હોવાનું ગણાય છે. બસુ હાલમાં મેટ્રોપોલિટન પોલીસમાં ડેપ્યુટી આસિ. કમિશ્નર તરીકે ફરજ બજાવે છે તેમને હવે આતંકવાદ વિરોધી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશ્નર ફોર સ્પેશિયાલિસ્ટ ઓપરેશન્સના સ્થાને બઢતી મળશે.

બસુ આતંકવિરોધી દળ કાઉન્ટર ટેરિરઝમના વડા તરીકે માર્ચની ૨૧મીએ હોદ્દો સંભાળશે. હાલમાં હોદ્દા પર માર્ક રોલી ફરજ બજાવે છે. ભારતીય પિતાના સંતાન નીલ બસુએ જણાવ્યું હતું કે, તેમને બ્રિટીશ પોલીસમાં કાઉન્ટર ટેરરિઝમના વડા તરીકે સ્થાન મળ્યું તે ગૌરવની વાત છે. તેમાં પડકાર છે પરંતુ પોતે આ ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

અગાઉ નીલ બસુને ૨૦૧૫માં રક્ષક અને સલામતી દળના વડા તરીકે સ્થાન મળ્યું હતું. જેમાં રોયલ્ટી એન્ડ સ્પેશ્યાલિસ્ટ પ્રોટેક્શન, પાર્લામેન્ટરી એન્ડ ડિપ્લોમેટિક પ્રોટેક્શન, એવિએશન પોલિસિંગ જેવી મહત્ત્વની ફરજો અદા કરી હતી. ૨૦૧૬માં તેમને સિનિયર નેશનલ કો-ઓર્ડિનેટર ફોર કાઉન્ટર ટેરરિઝમમાં સ્થાન મળ્યું હતું. જેમાં આતંકીઓ સામે મહત્ત્વની કામગીરી અને આતંકી હુમલા ખાળવાની મહત્ત્વની જવાબદારી મળી હતી.

શરુઆતની કારકિર્દીમાં બસુએ ડિટેક્ટીવ સુપ્રીટેન્ડન્ટના ક્ષેત્રમાં તમામ રેન્કમાં ફરજ બજાવી હતી. સ્કોટલેન્ડ યાર્ડના વડા ક્રેસિડા ડિકે જણાવ્યું હતું કે, બસુ તેમની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે તેમને ટીમના વડા તરીકે બઢતી મળી તે આનંદની વાત છે. તેમણે હંમેશા પડકારજનક કામ સફળતાપૂર્વક પાર પાડયા હતા તેમ તેમણે ઉમેર્યું હતું.

Post Comments