Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવ્યા પછી UK છોડી જાય છે: સમિતિનો અહેવાલ

- UKના અર્થતંત્રમાં ભારતીયોનો ફાળો 13 કરોડ પાઉન્ડનો, માત્ર 2209 જણાએ વિઝાની મુદ્દત વધારી હતી

- એપ્રિલ 2016થી એપ્રિલ 2017 દરમિયાન 7409 ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટન છોડી ગયા હતા

(પીટીઆઇ)  લંડન, તા. 24 ઓગસ્ટ 2017, ગુરુવાર

બ્રિટનમાં ઉચ્ચ અભ્યાસ કરવા આવેલા મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પુરો કર્યો પછી બ્રિટન છોડી જાય છે, એમ આજે જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓમાં કહેવામાં આવ્યું હતું.

એપ્રિલ 2016થી એપ્રિલ 2017 દરમિયાન 7409 ભારતીય વિદ્યાર્થીઓ  તેમની સ્ટુડન્ટ વિઝાની મુદ્દત પુરી થાય તે પહેંલા બ્રિટન છોડી ગયા હતા, માત્ર 2209 જણાએ બ્રિટનમાં વધુ રોકાવવા  વિઝાની મુદ્દત વધારી હતી, એમ  ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સ-ઓએનએસ-એ કહ્યું હતું.

'થાઇ, ભારતીય અને ઉત્તર અમેરિકન વિદ્યાર્થીઓ તેમના સ્ટુડન્ટ્સ વિઝાની મુદ્દત પુરી થાય તે પહેંલા જ બ્રિટન છોડી જાય છે જ્યારે રશિયન, બાંગ્લાદેશી, પાકિસ્તાની અને સઉદી એરેબિયન વિદ્યાર્થીઓ  બ્રિટનમાં રહેવા તેમના વિઝાની મુદ્દત વધારે છે' એમ ઓએનએસની યાદીમાં કહેવામાં આવ્યું હતું. તેમાં એ વાતને પણ પુષ્ટી મળી હતી કે ભારતીય વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ઉચ્ચ અભ્યાસ માટે હવે તેમની પસંદગી બ્રિટન રહી નથી. ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ ઘટાડો થતો જાય છે.

વર્ષ 2007માં9600 ભારતીય વિદ્યાર્થીઓને  વિઝા આપ્યા હતા (આશરે સાત ટકા) પરંતુ વર્ષ 2010માં ફાળવેલા 45,000 વિઝામાં તેમનો ફાળો માત્ર પાંચ ટકા જ હતો. જોગાનુજોગ આ આંકડાઓ નવી એક્ઝિટ ચેક સીસ્ટમ પરિણામ સાથે મેળ ખાય છે જેને એપ્રીલ 2015માં દાખલ કરવામાં આવી હતી અને જેનો હેતુ એ હતો કે જેઓ  બ્રિટનમાં આવ્યા હતા તેઓ તેમની જવાની તારીખે બ્રિટનમાંથી પાછા ગયા હતા કે નહીં.

એમાંથી એ પણ જાણવા મળ્યું હતું કે જેમણે  ઓવર સ્ટે કર્યું હતું તેવા આંકડાઓને  ભૂતકાળમાં વધારીને રજૂ કરવામાં આવ્યા હતા અને જેના કારણે ગૃહ પ્રધાનને બ્રિટનના અર્થતંત્ર પર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની કેટલી અસર પડી હતી તેની આકરણી કરવા પંચની રચના કરવાની જરૃર પડી હતી.

Post Comments