Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિંદગી આશીર્વાદ કે અભિશાપ ?

- બ્રહ્માકુમારીઝ - સિલિકોન વેલી દ્વારા પ્રવચન યોજાયું

બે એરિયા, તા. 9 2018,  સોમવાર

મિલપિટાસ ખાતેની બ્રહ્માકુમારીઝ- સિલિકોન વેલી છેલ્લા ઘણા વર્ષોથી રાજયોગા ધ્યાન (મેડિટેશન), વ્યક્તિગત અને આધ્યાત્મિક વિકાસ, જીવનમાં જાગૃતિ લાવવા મનની શાંતિ અને તનની શક્તિ વધે તેવા કાર્યક્રમો અને શિબિરોનું સુંદર આયોજન કરે છે.

બ્રહ્માકુમારીઝ - સિલિકોન વેલીના Sister BK kusumના માર્ગદર્શન હેઠળ વ્યક્તિગત વિકાસ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ લેકચર સિરિઝમાં આજના પ્રવર્તમાન સમયને અનુલક્ષીને વ્યક્તિ અને સમાજને સ્પર્શતા ખુબ અગત્યના પ્રશ્નો અને સંજોગો ઉપર પ્રકાશ પાડી સકારાત્મક અભિગમ કેળવી પ્રવચન અને પ્રશ્નોત્તરી દ્વારા સભાનતા લાવવાના સક્રિય પ્રયત્નો થઇ રહ્યા છે તે આપણા સૌના માટે આનંદ અને ગર્વની વાત છે.જીવનના અગ્રગણ્ય ક્ષેત્રે ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરેલ અને IT, મેડિકલ, માર્કેટીંગ ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરેલ બહેનો જે બ્રહ્માકુમારીઝ ખાતે સંકળાયેલા છે તેઓ તેમણે જે પ્રાપ્ત કર્યું છે તે સમાજને કેવી રીતે પરત કરી ફરજ બજાવી શકે તે માટે સદાય તત્પર છે.

તમને તમારી જીંદગી કેવી લાગે છે ? આશિર્વાદ લાગે છે કે અભિશાપ લાગે છે ? આ પ્રશ્ન આજના ટેકનોલોજીના અતિરેકથી પિડાતા સમાજના દરેક વર્ગોને થાય છે IT ક્ષેત્રે અને મોટિવેશન સ્પિકર તરીકે ગૌરવપ્રદ નામ એવા મેઘના જૈને રવિવારે ૨૫ માર્ચ, ૨૦૧૮ ના રોજ સૌને સ્પર્શતા વિષય ઉપર એક કલાક પ્રવચન આપ્યું હતું. આ વિષય ઉપર દરેક પ્રશ્નોને આવરી લઈ તેમના મનનીય પ્રવચન સાંભળતાં સૌ કોઈને એમ જ થાય કે આ તો તેમની જીંદગીને થોડે ઘણે અંશે સ્પર્શતો જ પ્રશ્ન છે. તેમનું પ્રવચન પુરુ થયા પછી પ્રશ્નોત્તરીના સમય દરમ્યાન જેને પણ મનમાં પ્રશ્ન ઉદભવતો હોય તેઓ સવાલ પુછતા હતા અને મેઘના જૈન તે સવાલનો ખુબ સુંદર અને સચોટ જવાબ આપતા હતા.

Post Comments