Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાનની સંસદમાં ઐતિહાસિક હિન્દુ મેરેજ બિલ અંતે પસાર

- ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં પાક. સંસદમાં બિલ પસાર થઈ શક્યું ન હતું

- હિન્દુ લગ્ન વિધેયક પસાર થઈ જતાં હવે પાકિસ્તાનમાં રહેતા લઘુમતિ હિન્દુઓને લગ્ન માટે વિશેષ કાયદાકીય ર

(પીટીઆઈ)     ઈસ્લામાબાદ, તા. ૧૦
પાકિસ્તાનની સંસદમાં ઐતિહાસિક હિન્દુ મેરેજ બિલ પસાર થયું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં આ બિલ સંસદમાં પસાર થઈ શક્યું ન હતું. એ પછી થોડા ફેરફાર સાથે એ બિલ નવેસરથી સંસદમાં રજૂ થયું હતું. સંસદમાંથી બિલ પસાર થતાં હવે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં અંતે બહુ ચર્ચિત હિન્દુ લગ્ન વિધેયક પસાર થયું હતું. અગાઉ ગયા વર્ષે આ બિલ સંસદમાં રજૂ થયું હતું, પણ પસાર થઈ શક્યું ન હતું. તેમાં સંસદ સભ્યોએ ફેરફાર સૂચવ્યો હતો. ફેરફાર સાથેનું બિલ ફરીથી માનવઅધિકાર મંત્રી કામરાન માઈકલે સંસદમાં રજૂ કર્યું હતું. બિલ પસાર થઈ જતાં હવે હિન્દુઓને લગ્નને લગતું કાયકાદીય રક્ષણ મળશે.

પાકિસ્તાનમાં લઘુમતિ હિન્દુઓ માટે આ બિલ ખૂબ મહત્ત્વનું સાબિત થશે. આ બિલના કારણે હવે હિન્દુઓ લગ્નની નોંધણી પણ કરાવી શકશે. આ બિલ સંસદના બંને ગૃહમાંથી પસાર થતાં હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલાયું છે. ઓપચારિક પ્રક્રિયા પૂરી થશે પછી પાકિસ્તાનમાં બહુમતિ મુસ્લિમો માટે નિકાહ બિલમાં જે કાયદો છે એવો જ કાયદો લઘુમતિ હિન્દુઓને પણ મળશે.  આ બિલમાં હિન્દુ લગ્ન કરાવનાર પંડિતજી અને સરકારના લાગતા-વળગતા અધિકારીની સહી મળશે એટલે લગ્ન સરકાર માન્ય ગણાશે અને એ માટેના મળવાપાત્ર લાભો પણ મળશે. આ બિલથી સૌથી મોટો ફાયદો હિન્દુ મહિલાઓને થશે. હિન્દુ મહિલાઓ પાસે લગ્નના કોઈ જ પૂરાવા પાકિસ્તાનમાં મેળવી શકાતા ન હતા. આ બિલના કારણે મહિલાઓ પણ લગ્નના દસ્તાવેજો મેળવી શકશે.

વળી, આ બિલ પરિવાર, માતા, બાળકોના રક્ષણ માટે પણ અગત્યનું સાબિત થશે. આ બિલ અંતર્ગત લગ્નની વય ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી છે. પાકિસ્તાનમાં રહેતા અલ્પ સંખ્યક હિન્દુઓ માટે આ પહેલું મહત્ત્વનું બિલ પસાર થયું છે. બીજી રીતે કહીએ તો પાકિસ્તાનમાં હિન્દુઓને કોઈ પરંપરા બાબતે કાયદાકીય રક્ષણ મળ્યુ હોય એવું પહેલી વખત બન્યું છે.

પાકિસ્તાનમાં કેટલા હિન્દુ રહે છે?
ભારત અને પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે ૪૭ લાખ હિન્દુઓ ભારતમાં આવી ગયા હતા. છતાં ઘણાં હિન્દુ પરિવારો પાકિસ્તાનમાં રહ્યા હતા. ૨૦૧૦ પ્રમાણે પાકિસ્તાનમાં હિન્દુઓની કુલ સંખ્યા ૨૫ લાખ હતી. પાકિસ્તાનમાં ઈસ્લામ ધર્મ પછી સૌથી મોટી સંખ્યામાં હિન્દુ ધર્મી રહે છે. પાકિસ્તાનની કુલ વસતિના ૨ ટકા હિસ્સો હિન્દુઓનો છે. મોટાભાગના હિન્દુઓ સિંધ પ્રાંતમાં રહે છે. ૧૯૪૮-૫૦માં પાકિસ્તાનની વસતિમાં હિન્દુઓનો કુલ હિસ્સો ૧૨.૯ ટકા જેટલો માતબર હતો, પણ એ પછી ઘણા ખરાં હિન્દુઓ ભારતમાં આવી ગયા હોવાથી એ વસતિ ઘણી ઘટી ગઈ હતી.

Post Comments