Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં ફ્રોડ કરનાર ભારતીય મૂળના ડોકટર સહિત પાંચને અઢી લાખ ડોલરનો દંડ

- બાળકોને દાંતની સારવાર નહીં આપી એનું વળતર લઇ અખિલ રેડ્ડી પતાવટ કરી

(પીટીઆઇ) ન્યુયોર્ક, તા. 10 જાન્યુઆરી, મંગળવાર, 2017
 
ગરીબ બાળકોને મદદ કરવા માટેના સરકારી ભંડોળના કાર્યક્રમમાં એક બાળકને દાંતની સારવાર આપ્યા વગર જ એનું વળતર લેનાર એક ભારતીય મૂળના ડોકટરે  અઢી લાખ ડોલર ચુકવવાની તૈયારી બતાવી હતી. પતાવટ માટેના કરાર મુજબ,  અખિલ રેડ્ડી, ક્રિસ્ટોફર સ્ટીવન, ત્રંગ મિન્હ તાંગ, મોરિસિઓ દારદનો અને ગેબ્રીયલ શાહવાન  તેમની સામે કરવામાં આવેલા કેસને પતાવવા માટે અઢી- અઢી લાખ ડોલર આપવા તૈયાર થયા હતા.
 
તેઓ બધા એમબી-૨ નામની સંસ્થાના માલીક અથવા તો ભાગીદાર છે અને તેમની પતાવટમાં દાંતની ટેકસાસમાં  સારવારનો પણ સમાવેશ થતો હતો. એમબી-૨ના માર્કેટિંગના વડા ફ્રેન્ક વિલાવ્યુનીએ પણ  પોતાની અંગત જવાબદારી માનીને એક લાખ ડોલર આપવાની તૈયાર દર્શાવી હતી, એમ અમેરિકાના ન્યાય વિભાગે કહ્યું હતું.' આ પતાવટ  અમારા મેડિએઇડ કાર્યક્રમની અને દર્દીઓની રક્ષા કરવાની અમારી પ્રતિબધ્ધતા દર્શાવે છે' એમ યુએેસ એટર્ની પાર્કરે કહ્યું હતું. 
 
' જે સેવા તેમણે આપી જ ના હોય તેના બિલ બનાવી વળતર લેનારઅને  જેઓ કરદાતાઓના પૈસાનો ભ્રષ્ટાચાર કરીને લાભ લે છે તેમને આના માટે જવાબદાર માનવામાં આવશે' એમ તેમણે કહ્યું હતું. પતાવટના એક ભાગરૃપે, એમબી-૨ પાંચ વર્ષના એક કોર્પોરેટ ઇન્ટેગ્રેટી એગ્રીમેન્ટ-કરારમાં બંધાયેલું છે. આ સાથે જ વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪ના ડિસેમ્બર વચ્ચે એમબી-૨ અને તેની સંલગ્ન સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા ફ્રોડની પતાવટ પુરી થઇ.

Post Comments