Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતની એક દિકરીના મોતથી આયરલેન્ડના કેથોલિક ચર્ચની સત્તા હચમચી ગઇ

- સવિતા હલપ્પનવારના મોતના કારણે આયરલેન્ડમાં હટશે ગર્ભપાત પરનો પ્રતિબંધ!

ડબ્લિન, તા. 27 મે 2018 રવિવાર

આયર્લેન્ડમાં ઐતિહાસિક જનમત સંગ્રહમાં ગર્ભપાત પર લાગેલા પ્રતિબંધને હટાવવાના પક્ષમાં મતદાન થયુ છે.

દેશમાં ગર્ભપાત પર લાગેલા પ્રતિબંધને હટાવવા માટે કરવામાં આવેલા જનમત સંગ્રહમાં 66.4 લોકોએ આના પક્ષમાં મતદાન કર્યું.

ગર્ભપાત પરથી પ્રતિંબંધ હટાવવાના પક્ષમાં મતદાનને પ્રેરિત કરવા માટે આયર્લેન્ડમાં ઘણા દિવસોથી યસ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યુ હતુ.

આયર્લેન્ડના યુરોપના લોકોએ ગર્ભપાત સંબંધિત કાયદાને સરળ બનાવવાને લઈને જનમત સંગ્રહમાં ભાગ લીધો હતો. આયર્લેન્ડ પારંપરિક રીતે યુરોપના સૌથી ધાર્મિક દેશોમાંનો એક છે.

કેથોલિક દેશમાં સૌથી કડક ગર્ભપાતનો કાયદો છે. આયરિશ બંધારણમાં 1983માં થયેલા સંશોધન બાદ માતા અને બાળકોને સમાનરીતે જીવવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

આયર્લેન્ડના ગર્ભપાતના કાયદાના કારણે એક ભારતીય મહિલા સવિતા હલપ્પનવારે પોતાનો જીવ ગુમાવ્યો. આયર્લેન્ડમાં ગર્ભપાત ત્યારે કરાવવામાં આવી શકે છે જ્યારે માતાનો જીવ જોખમમાં હોય. આ સિવાય બળાત્કારનો કેસ અથવા ભ્રૂણના અસામાન્ય અને ઘાતક સ્થિતિમાં હોવા પર પણ આ ગર્ભપાત ગેરકાયદેસર છે.

આયર્લેન્ડમાં થયેલા આ ઐતિહાસિક પરિવર્તન પાછળ ભારતીય મૂળના જ એક મહિલા જવાબદાર રહ્યા છે. ભારતીય મૂળના સવિતા હલપ્પનવારને 17 અઠવાડિયાના ગર્ભને પડાવવાની પરવાનગી આપવામાં આવી નથી. જે બાદ તેમનું મોત થઈ ગયુ હતુ.

31 વર્ષીય ડેન્ટિસ્ટ સવિતા પ્રવીણ હલપ્પનવાર સાથે લગ્ન બાદ આયર્લેન્ડમાં રહેતી હતી. સવિતાના પતિ પ્રવીણ હાલાપનવરે જણાવ્યુ હતુ કે સવિતાએ એક દિવસ ભારે પીડામાં વિતાવ્યો. સવિતાને જણાવવામાં આવ્યુ કે તે જીવિત બાળકને જન્મ આપી શકશે નહીં, તો સવિતાએ ડોક્ટર પાસે ગર્ભપાત કરવવાનું કહ્યું. ડોક્ટરોએ એ માંગ ફગાવી કેમ કે ભ્રૂણમાં અત્યારે પણ હૃદયના ધબકાર ચાલુ હતા અને કહ્યું આ એક કેથોલિક દેશ છે. સવિતાને ગર્ભપાત કરાવવાની પરવાનગી મળી નહીં.

બાદમાં મૃત ભ્રૂણને હટાવીને સવિતાને ICUમાં રાખવામાં આવ્યા પરંતુ 28 ઓક્ટોબર 2012એ મિસકેરિજ બાદ થયેલા બ્લડ પોઈઝનિંગના કારણે તેમનું મોત થઈ ગયુ.

Post Comments