Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાના કેન્સાસ સિટીમાં વધુ એક ભારતીય મૂળના ડોક્ટરની હત્યા

- પોલીસે હત્યારાના ઝડપી પાડ્યો

- ડોક્ટરને એના જ દર્દીએ નિર્દયતા પૂર્વક રહેંસી નાંખ્યો

કેન્સાસ, તા. 15 સપ્ટેમ્બર 2017, શુક્રવાર

અમેરિકાના કેન્સાસ સિટીમાં એક ભારતીય મૂળના ડોક્ટરની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી છે. 57 વર્ષીય અચ્યુત રેડ્ડૂ અમેરિકામાં મનોરોગ ચિકિત્સક તરીકે ફરજ બજાવતા હતા તે તેંલગણાના નેલ ગોંડા જિલ્લાના છે.

ડો. રેડ્ડીને તેમના જ દર્દીએ ચાકૂ માર્યુ હતુ. બુધવાર સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ 21 વર્ષિય ઉમર રાશિદ દત્તની ધરપકડ કરવામાં આવી છે. આ યુવાને પહેલા તેમનો પીછો કર્યો અને બાદમાં તેમના જ ક્લિનિકમાં ચાકૂથી તેમની હત્યા કરી. લોહીથી ખરડાયેલા વસ્ત્રો પહેરીને જ ઉમર આમ તેમ ભટકી રહ્યો હતો.  

પોલીસે તેની ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Post Comments