Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વોશિંગ્ટનમાં લૂંટારુઓએ સ્ટોર્સમાં ધુસી એક ભારતીયને મારી નાંખ્યો

- 26 વર્ષનો વિક્રમ જરયાલ ગેસ સ્ટેશનમાં કામ કરતો હતો ત્યારે હુમલો કરાયો

(પીટીઆઇ)     વોશિંગ્ટન,  તા.૭ શુક્રવાર, એપ્રિલ 2017

અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાં એક સ્ટોર્સમાં કામ કરતા ૨૬ વર્ષના એક યુવાનને બે સશસ્ત્ર લુંટારૃંઓએ ગોળીઓથી વીંધી તેની હત્યા કરી નાંખી હતી, એમ મરનારના પરિવારે આજે કહ્યું હતું.

યાકિમા શહેરમાં AM-PM ગેસ સ્ટોર્સમાં કારકુન તરીકે કામ કરતા વિક્રમ જરયાલ જ્યારે સ્ટોર્સમાં કામ કરી રહ્યો હતો ત્યારે બે બુકાનીધારી  લૂંટારૃંઓ પાછળથી આવ્યા હતા અને સ્ટોર્સને લૂંટવા લાગ્યા. વિક્રમે લૂંટારુંઓને પૈસા આપી દીધા હતા, પરંતુ બે પૈકીના એકે એની પર ગોળીઓ વરસાવી હતી.

વિક્રમને હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો જ્યાં એને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 'થોડા સમય પછી જ્યારે પોલીસ આવી તો વિક્રમે સ્ટોર્સમાં શું બન્યું તે બતાવી દીધું હતું. પરંતુ કમનસીબે હોસ્પિટલમાં લઇ જતાં એ ગુજરી ગયો હતો' એમ એક ટીવી ચેનલને પોલીસે કહ્યું હતું.

વિક્રમ પંજાબના હોશિયારપુરનો વતની હતો અને એક મહિના પહેલાં જ અમેરિકા આવ્યો હતો, એમ એના ભાઇએ કહ્યું હતું. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આ દુ:ખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.

પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી છે અને કેમેરામાં ઝડપાઇ ગયેલા બે લૂંટારુઓની શોધ કરી રહી છે. 'શું કોઇ વ્યક્તિ આમને જાણે છે? બે પૈકીના એકે ખૂબ જ સરળતાથી ઓળખાઇ જાય તેવો ટોપ પહેર્યો હતો' એમ પોલીસ વડાએ કહ્યું હતું.

Post Comments