Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અબુધાબીમાં ભારતીય ડ્રાઇવરને રૃ. ૨૨ કરોડની લોટરી લાગી

- જોન વર્ગીસ પરિવાર અને જરૃરતમંદો માટે પણ ચોક્કસ રકમ અનામત રાખશે

દુબઈ, તા. 07 એપ્રિલ 2018, શનિવાર

દુબઈમાં એક ભારતીય ડ્રાઇવરને રૃા. ૨૨ કરોડનો જેકપોટ લાગતા તેના નસીબ ખૂલી ગયા છે. ત્યાં અવારનવાર ઘણાં ભારતીયોને આ પ્રકારે જેકપોટ પ્રાપ્ત થાય છે જેમાં જોન વર્ગીસ નામના આ ડ્રાઇવરનો ઉમેરો થયો છે.

જોન વર્ગીસ કેરળનો વતની છે. ૨૦૧૬થી તે એક પ્રાઇવેટ કંપનીમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવે છે. અબુધાબીમાં એરપોર્ટમાં યોજાતી એક ઇનામી યોજનામાં તેને રૃા. ૨૨ કરોડનો જેકપોટ લાગતા પ્રથમ તો તે માનવા તૈયાર ન હતો કે તેને આટલી મોટી રકમ ઇનામમાં લાગી છે. તે માનતો હતો કે તાજેતરમાં ૧લી એપ્રિલ ગઈ હોવાથી કોઈ તેની સાથે 'એપ્રિલ ફુલ્સ ડે'ની મજાક કરી રહ્યું છે.

કોઈ મિત્રો ટીખળ કરી રહ્યા હશે તેવી ધારણા સાથે તેણે ખરાઈ કરી ત્યારે તેને ખ્યાલ આવ્યો હતો કે તે ૧૨૦ લાખ દિરહામ (રૃા. ૨૧ કરોડ કરતા વધુ) રકમનો માલિક બની ગયો છે. તેણે કહ્યું કે, મને ઇનામ લાગ્યું તે બાબત ચોક્કસ હોવા છતાં કેરળમાં રહેતા મારા પરિવારને અહીં લાવતા પૂર્વે હું શાંતિથી થોડી રાહ જોવા માગું છું.

મારામાં ઇનામ વિજેતા બન્યાનો ભાવ થોડો ઘટે તે પછી નાણાંનું શું કરવું તે અંગે નિર્ણય કરીશ. કેમ કે મારો પરિવાર નાનો છે. હું તેમના શિક્ષણ માટે નાણાંનું રોકાણ કરવા માંગુ છું. કેમ કે અત્યારે શિક્ષણ એ જીવનનું સૌથી મહત્ત્વનું અંગ બની ગયું છે પણ સૌ પ્રથમ તો હું મારા સાદા ફોનને બદલે સ્માર્ટ ફોન ખરીદવા માંગુ છું.

મારે પત્ની અને બે બાળકો છે હું તેમના ઉજ્જવળ ભાવિ માટે રોકાણ કરીશ તેમના શિક્ષણ માટેના રોકાણથી સારું કોઈ રોકાણ નથી. આ પૂર્વે જાન્યુઆરીમાં પણ કેરળની એક વ્યક્તિને આ પ્રકારે ૨૨ કરોડનું ઇનામ મળ્યું હતું. જ્હોને કહ્યું હતું કે, તે આ રકમ પૈકી કેટલીક રકમ જરૃરતમંદો માટે અનામત રાખવા માંગે છે કેમ કે તે પોતાના ભૂતકાળના દિવસો ભૂલ્યો નથી.

Post Comments