Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં ભારતીય મૂળના ડોકટર પર માદક દ્રવ્યોની હેરાફેરીનો આરોપ

- સંજયકુમાર સામેના આરોપો સાબિત થાય તો 20 વર્ષની જેલ અને 10 લાખ ડોલર દંડ થઇ શકે

(પીટીઆઈ)    ન્યુયોર્ક, તા. ૧૮ બુધવાર, જાન્યુઆરી 2017

અમેરિકામાં વસતા ભારતીય મૂળના એક ડોક્ટરની સામે પ્રતિબંધિત કેફી દ્રવ્યોનું વિતરણ, નાણાંકિય ભ્રષ્ટાચાર અને હથિયારો રાખવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સંજયકુમાર નામના 50 વર્ષીય આ ડોક્ટર સામે, નશાકારી દવાઓ, ઓગ્ઝિકોડોન અને અલ્પ્રાઝોલમ વગેરે આપવા, નાણાંકિય ગેરરીતિ આચરવા અને બંધુક જેવું ઘાતક હથિયાર રાખવા માટે 31 કાઉન્ટ સાથે કેસ દાખલ કરાયો છે.

ઉત્તર કેરોલિનાના પૂર્વ વિસતારની અમેરિકન એટર્નિની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. જો તેમની સામેના બધા આરોપો સાચા સિધ્ધ થાય તો તેમને 20 વર્ષની જેલ અને 10 લાખ ડોલર દંડ થઇ શકે.

સંજયકુમાર 'ન્યુ બર્ન સ્પોર્ટસ મેડિસીન એન્ડ ફિઝિએટરી એન્ડ રિહેબિલિટેશન'ના ડોક્ટર છે. તેમને 2016ના જૂન માસમાં એક ટ્રાફિક સ્પોટ પર ઝડપવામાં આવ્યા હતા. કોસ્ટલ નાર્કોટિક્સ એન્ફોર્સમેન્ટ ટીમ અને રાજ્યની તપાસ સંસ્થાઓ લાંબા સમયથી શોધતી હતી.

Post Comments