Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાતીવાદ સામે રક્ષણ માટે ઈન્ડિયન અમેરિકનની પ્રશંસનીય કામગીરી

- ઈમીગ્રેશનના કાયદા અમેરિકામાં

(રાજેશ શાહ દ્વારા)    બે એરિયા, તા. 5 માર્ચ 2018, સોમવાર

તાજેતરમાં નેશનલ એશિયન પેસિફિક અમેરિકન બાર એસોસિએશનના પ્રમુખ તરીકે નિયુક્ત થયેલ શ્રી પંકિત દોશી ૫૦૦૦૦થી વધુ સભ્ય ધરાવતા એસોસિએશનનું નેતૃત્વ સંભાળે છે. અમેરિકામાં દિનપ્રતિદિન રૃપરંગ બદલતા ઈમિગ્રેશન કાયદાઓને લક્ષમાં લઇ શ્રી પંકિત દોશી આ જટિલ કાયદાઓ બદલવા અને એશિયન પેસિફિક અમેરિકનોના લાભમાં આ કાયદા લાગુ પડે તે માટે સક્રિય અને જાગૃત છે.

અમેરિકામાં જાતીવાદ પણ વકર્યો છે તે સામે સૌના હિત માટે જાગૃતતા લાવી સ્વરક્ષણ અને કાયદાના અમલમાં રહી કેવી રીતે વિરોધ કરી એકતા સાધવી એ વિષે માર્ગદર્શન પૂરૃ પાડે છે. ૧૪ વર્ષે અમેરિકાની કોલેજમાં દાખલ થઇ ૧૮ વર્ષે ગ્રેજ્યુએટ અને ૨૨ વર્ષે લૉ ગ્રેજ્યુએટ થનાર તેઓ કેલિફોર્નિયામાં પ્રથમ વ્યક્તિ હોવાનું બહુમાન મેળવે છે.

કેલિફોર્નિયાની DLA Piper લૉ કંપનીના પાર્ટનર શ્રી પંકિત દોશી ૨૦૧૦માં રાજકારણમાં પ્રવેશ્યા બાદ અમેરિકાના માજી પ્રમુખ બરાક ઓબામાના નેશનલ પ્લેટફોર્મ કમીટીના સભ્ય તરીકે અને સર્ધન કેલિફોર્યાના સાઉથ એશિયન બાર એસો.ના માજી પ્રમુખ તરીકે સેવાઓ આપી ચુકેલ છે.

હાલના સમયમાં જ્યારે ઈમિગ્રેશનના કાયદાઓ અમેરિકામાં જે રીતે બદલાતાં રહ્યા છે અને ભારતના જ નહીં સમગ્ર વિશ્વના અનેક દેશોની મીટ અમેરિકા તરફ મંડાઇ છે એ સંજોગોમાં એશિયન પેસિફિક અમેરિકનોના હિત માટે શ્રી પંકિત દોશીએ જણાવ્યું છે કે તેઓ નેશનલ એશિયન પેસિફિક અમેરિકન બાર એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરી કોંગ્રેસ સાથે સતત સંપર્કમાં રહી રજૂઆતો કરતા રહેશે અને અમેરિકન ઈમિગ્રેશનના કાયદાઓથી આપણે સૌને રક્ષણ મળી રહે તે માટે સજાગ રહી ફરજો બજાવશે.

Post Comments