Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં H1-B વિઝા નિયમ ભંગ બદલ ભારતીય અમેરિકન કંપનીને દંડ

(પીટીઆઇ)     વોશિંગ્ટન, તા. 2 મે 2018, બુધવાર

ભારતીય અમેરિકન માલીકીની એક આઇટી કંપનીને તેના ૧૨ વિદેશી કર્માચારીઓને નિયત ધોરણ કરતાં ઓછો પગાર ચૂકવવા બદલ ૧૭૩૦૪૪ ડોલર આપવા કહેવામાં આવ્યું હતું. મોટાભાગના કર્મચારીઓ ભારતના હતા. H1-B વિઝા કેટેગરીમાં જે પગાર ચૂકવવો જોઇએ તે ચૂકવ્યો નહતો.

યુએસ કામદાર પગાર વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે ક્લાઉડવિક ટેકનોલોજીસ ઇન્ક. નામની ટેકનોલોજી પુરી પાડતી કંપની દરેક કર્માચારીને માસિક ૮૩૦૦ ડોલર પગાર આપવાનું કહીને ભારતથી તેમને બોલાવ્યા હતા અને વાસ્તવમાં તેમને પગાર પેટે માત્ર ૮૦૦ ડોલર જ આપવામાં આવતા હતા.

કેલિફોર્નિયામાં ન્યુઆર્કમાં કામ કરતી કંપનનીના સ્થાપક છે મણી છાબરા. કંપની પોતાની જાતને ટેકનોલોજી પુરી પાડતી અગ્રીણી કંપની તરીકે ગણાવે છે. તેના દ્વારા પુરી પડાતી કંપનીઓમાં ડેટા, કલાઉડ, એડવાન્સ્ડ એનાલિટીક, બિઝનેસ ઇન્ટેલીજેન્સ, આધુનિકરણ, ડેટા વિજ્ઞાન અને પાયલોટ ટૂ પ્રોડકશનનો સમાવેશ થાય છે.

કંપનીના વેબસાઇટ અનુસાર, તેના ગ્રાહકોમાં વિશ્વની નામાંકીત કંપનીઓનો સમાવેશ થાય છે.

તપાસકર્તાઓને જાણવા મળ્યું હતું કે કંપનીએ તેના કર્મચારીઓને તેમની લાયકાત અનુસાર તેમજ H1-B વિઝા કેટેગરીમાં જે પગાર ચૂકવવો જોઇએ તે આપતી નહતી, એટલું જ નહીં કર્મચારીઓના પગારમાંથી ગેરકાયદે કપાત પણ કરતી હતી.'H1-B વિઝા કેટેગરીનો હેતુ એ છે કે  જ્યાં તેઓ એ સાબીત કરી શકે કે ખાસ પ્રકારના કામદારોની અમેરિકામાં અછત છે તો તેવી અમેરિકન કંપનીઓને ઉચ્ચ લાયકાત ધરાવતા અને કુશળ કામદારોને વિદેશથી લાવી શકે'એમ સાન ફ્રાન્સિસિકોના જિલ્લા કલેકટર સુસાને બ્લાન્કોએ કહ્યું હતું.

Post Comments