Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય અમેરિકન બાળકે 91મી પ્રતિષ્ઠિત નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા જીતી

- 14 વર્ષના કાર્તિક મેન્નાઇએ KOINONIAનો સાચો સ્પેલિંગ કરી, 40,000 ડોલર જીત્યા

- 516 સ્પર્ધકો પૈકી અંતિમ મુકાબલો કાર્તિક અને ન્યાસા મોદી વચ્ચે હતો, હોલિવુડની મુલાકાતે જશે

(પીટીઆઇ)  હ્યુસ્ટન,તા. 02 જૂન 2018, શનિવાર

કાર્તિક મેન્નાઇ નામના ૧૪ વર્ષના બાળકે સતત ૧૧મી વખત પ્રતિષ્ઠિત મનાતી૯૧મી  સ્ક્રિપ્સ મેશનલ સ્પેલિંગ બી જીતી હતી.

એણે KOINONIA ની સાચી સ્પેલિંગ કરી હતી.ટેક્સાસના મેેકકિની આઠમા ધોરણના  કાર્તિકે એક અન્ય ભારતીય અમેરિકી બાળક ન્યાસા મોદી સામે અનેક રાઉન્ડ પછી આ સ્પર્ધા જીતી હતી.પ્રારંભીક ૫૧૬ સ્પર્ધકોમાં ન્યાસા મોદી અને કાર્તિક છેલ્લા બે રહી ગયા હતા.

'મને વિશ્વાસ હતો, પણ ખરેખર આવું બનશે તેનો વિચાર જ કર્યો નહતો'એમ કહીને કાર્તિકે ઉમેર્યું હતું કે તે જાણતો હતો કે જે ઘડીએ એણે આ શબ્દ સાંભળ્યો હતો કે તરત જ એન સાચી સ્પેલિંગ કરી શકશે.

આ શબ્દનો અર્થ થાય છે ખ્રિસ્તી  ફેલોશીપ અથવા કોમ્યુન.કાર્તિકને ૪૦,૦૦૦ ડોલર અને એક ટ્રોફી સ્ક્રિપ્સ બી તરફથી, ૨૫૦૦ રોકડ ડોલર અને  મેરિયમ-વેબસ્ટર તરફથી, એક સંપૂર્ણ રેફરન્સ લાયબ્રેરી, મિડીયા ટુરના એક ભાગરૃપે ન્યુયોર્ક અને હોલીવુડની ટ્રીપ અને તેની શાળા માટે પિત્ઝા પાર્ટીની ભેટ મળશે.

કુલ ૫૧૬ સ્પર્ધકો પૈકી ૪૧ સ્પર્ધકો ગઇ કાલે અંતિમ રાઉન્ડમાં પહોંચ્યા હતા.ગેલોર્ડ નેશનલ રિસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટર, મેરીલેન્ડમાં આયોજીત આ સ્પર્ધાના ૯૩ વર્ષના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં પહેલી વાર સ્પર્ધકોએ ભાગ લીઘો હતો.

અંતિમ રાઉન્ડ સુધી પહોંચેલા ૧૬ સ્પર્ધકોમાં નવ છોકરીઓ અને સાત છોકરાઓ હતા. કાર્તિકે કહ્યું હતું કે  સ્થાનિક બી સ્પર્ધામાં તે મોદીની સાથે ૨૦ રાઉન્ડ સુધી તોે નેક ટુ નેક રહ્યો હતો. ત્યાર બાદ જ તેને  RSVBee મારફતે નેશનલ  સ્પેલિંગ બી માટે આમંત્રણ મળ્યું હતું.

'આ સ્ટેજ ઉપર બેસવું ખૂબ જ મજાનું છે. છેલ્લા કેટલાય વર્ષોથી હું આ સ્ટેજ પર બેસવાના સપના જોતો હતો'એમ તેણે કહ્યું હતું. તેણે ખૂબ મહેનત કરી હતી, જેનો સારો બદલો મળ્યો.

Post Comments