Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદથી ભાગીને ગેરકાનુની રીતે ઘૂસેલી અમેરિકામાં ગુજરાતી મૂળની મહિલાને તેના અપંગ બાળકથી અલગ કરાતા વ

- અમદાવાદમાં રાજકીય કનડગતથી ભાગીને અમેરિકા ગયેલી ભવન પટેલને ભારતમાં આવે તો હત્યા થવાની ભીતિ

(પી.ટી.આઇ.)વૉશિંગ્ટન, તા. 2 જૂલાઇ 2018 સોમવાર

મેક્સિકોમાંથી અમેરિકામાં આશ્રય માગવા ગેરકાનુની રીતે પ્રવેશેલી એક ભારતીય મહિલાને તેના પાંચ વર્ષીય અપંગ બાળકથી વિખૂટી પાડવામાં આવી હતી. પ્રમુખ ટ્રમ્પના વિવાદિત ઇમિગ્રન્ટ કાયદાને પગલે અમેરિકાની સરહદજે લગભગ ૨૦૦૦ બાળકોને તેમના માતાપિતાથી અલગ કરવામાં આવ્યા તા. અને લોકોમાં ભારે ટીકા થઈ હતી.

વૉશિંગ્ટનના અખબારે જણાવ્યા મુજબ ૩૩ વર્ષીય ભવન પટેલને એરિઝોના કોર્ટે ૩૦૦૦ ડોલરના બોન્ડ ઉપર મુક્ત કરી હતી. જો કે તેને તેના અપંગ બાળક સાથે મેળાપથયો કે નહી તે સ્પષ્ટ થયું નથી.
ભારતીય મહિલાને બાળકથી અલગ કરવાનો આ પ્રથમ કિસ્સો છે. ટ્રમ્પની નીતિને કારણે અમેરિકામાં ગેરકાનૂની રીતે ઘૂસેલા વિદેશીઓની ધરપકડ થતાં લગભગ ૨૩૦૦ બાળક માતાપિતાથી અલગ થયા હતા.
વિશ્વભરમાં ટ્રમ્પની નીતિનો વિરોધ થયો હતો અને તે બંધ કરવા માંગણી કરાઈ છે. અંતે ટ્રમ્પે  આ નીતિ બંઘ કરવાની જાહેરાત કરી હતી.

ભવન પટેલ રાજકીય પરેશાનીથી અમદાવાદથી તેના અપંગ બાળક સાથે ભાગીને ગ્રીસ ગઈ હતી અને અમેરિકામાં ગેરકાનુની રીતે પ્રવેશી હતી. તેના વાળ પણ સફેદ થઈ ગયા છે અને હાથપગ ધૂ્રજે છે. તેના પુત્રની તબિયત પણ સારી નથી તેમ તેના વકીલે જણાવ્યું હતું અને તેને જામીન પર મુક્ત કરવા માગણી કરી હતી.

 બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે, ભવનને ભારત પરત મોકલાશે તો તેની હત્યા થઈ જવાની ભીતિ છે. તેના ભાઈએ તેને ભારતથી ભાગી જવામાં મદદ કરી હતી. એરિઝોનાની કોર્ટે તેને ૩૦૦૦૦ ડોલરના જામીન પર મુક્ત કરી હતી.

Post Comments