Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગેરકાયદે પ્રવેશ કરનારને તાત્કાલીક દેશનિકાલ કરાશે

(પ્રતિનિધિ સુરેશ શાહ ધ્વારા)    બાર્ટલેટ, શિકાગો, તા. 9 2018,  સોમવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રીલ માસની છઠ્ઠી તારીખને શુક્રવારે ઈમીગ્રેશન અંગે એક વહીવટી હુકમ બહાર પાડીને અમેરીકામાં ગેરકાયદેસર રીતે સરહદો ઓળંગીને પ્રવેશ મેળવે છે તેવા ગેરકાયદેસર વસાહતીઓને હાલમાં પકડયા બાદ તેને છોડી મૂકવાની જે નિતિ છે તેના પર રોક લગાવીને આવા તમામ લોકોની ધરપકડ કર્યા બાદ તમામને તુરતમાં જ દેશ નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવા સુચના કરવામાં આવેલ છે અને જો આવી વ્યક્તિને બીજી વખત પકડવામાં આવે તો તેની ધરપકડ કર્યા બાદ તેની સામે ફોજદારી રાહે કાર્ય કરવા અનુરોધ કરવામાં આવેલ છે. આવા પ્રકારના વહીવટી હૂકમની સાથે સાથે તેમણે ચાર હજાર જેટલા નેશનલ ગાર્ડોને સરહદ પર રક્ષણ કરવા માટે રવાના કરવાનો પણ હૂકમ કરે છે અને તે આધારે સંરક્ષણ મંત્રીએ જરૃરની આગળની કાર્યવાહી પણ હાથ ધરી હોવાના સમાચાર જાણવા મળેલ છે.

અમેરીકાના એટર્ની જનરલ જેફ સેસને જણાવ્યું છે કે ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના વહીવટી તંત્રના સમય દરમ્યાન સવિશેષ પ્રમાણમાં ગેરકાયદેસર રીતે લોકો અમેરીકાની સરહદો ઓળંગીને અત્રે પ્રવેશ મેળવી ચુકેલ છે અને આવા પ્રવાહને અટકાવવા માટે અમારે નાછૂટકે આવા પ્રકારના કડક પગલાંઓ ભરવાનો સમય આવેલ છે અને સરહદો નજીક આવેલા તમામ રાજ્યોના એટર્ની જનરલોને આ અંગે જરૃરી સુચનાઓ આપીને તમામ લોકો સામે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને તેઓની ધરપકડ કરીને દેશનિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરે. તેમજ જો તેઓ આવી કાર્યવાહી કરતાં બીજી વખત પકડાશે તો તેઓની ધરપકડ કરી ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરવી અને જેલમાં મોકલી આપવો.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ૨૦૧૬ના વર્ષ દરમ્યાન ચુંટણીના પ્રચારમાં સ્પષ્ટપણે મતદારોને જણાવ્યું હતું કે પોતે જો અમેરીકાના પ્રમુખ તરીકે ચુંટાઈ આવશે તો તેઓ ઈમીગ્રેશન ખાતાના હાલના જે નિયમો છે તેમાં ક્રાંતિકારી સુધારાઓ લાવશે અને અમેરીકાની સરહદો પરથી જે લોકો ગેરકાયદેસર રીતે અત્રે પ્રવેશ મેળવે છે તેમણે પકડીને દેશ નિકાલ કરાશે અને જો બીજી વખત તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે તો તેને જેલમાં મોકલવામાં આવશે અને તે આધારે તેમણે ઈમીગ્રેશન ખાતાના નિયમોમાં સુધારાઓ કરવાના જે પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ તેમાં નિષ્ફળતા મળતા હવે તેમણે વહીવટી હુકમો બહાર પાડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

તેમણે પ્રજાને ચુંટણીવેળા સરહદ પર રક્ષણ કરવા માટે દિવાલ બાંધવામાં આવશે એવી પણ જાહેરાત કરેલ પરંતુ જરૃરી નાણાંના અભાવે તે કાર્ય શરૃ ન થતા હવે ત્યાં આગળ નેશનલ ગાર્ડના માણસોને રવાના કરવા માટે સંરક્ષણ મંત્રીને સુચના આપવામાં આવેલ છે અને તેઓ સરહદો પર બોર્ડર એજન્ટોને જરૃરી મદદ કરશે અને કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ ન મેળવે તે અંગે જરૃરી તકેદારી રાખશે.

એરીઝોના રાજ્યના ગવર્નર ડગ ડુસીએ આ અંગે જણાવ્યું છે કે તેઓ પોતાના રાજ્યની સરહદોના રક્ષણાર્થે ૧૫૦ જેટલા નેશનલ ગાર્ડના સૈનિકોને સરહદો પર મોકલશે અને તેવી રીતે ટેક્ષાસ રાજ્યના ગવર્નરે ૨૦૦ જેટલા નેશનલ ગાર્ડના સૈનિકોને સરહદો પર મોકલવામાં આવશે. આ અગાઉ ભૂતકાળમાં અનેક વખત લશ્કરના સૈનિકોને સરહદોની રક્ષા કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.

અમેરીકાના એટર્ની જનરલ જેફ સેસને કેલીફોર્નિયા, એરીઝોના, ન્યુ મેક્સીકો અને ટેક્ષાસ રાજ્યના યુએસ એટર્નીઓને જરૃરી સુચનાઓ આપીને આવા તમામ લોકોની સામે ફોજદારી રાહે કામ કરવા સુચના આપેલ છે. એટર્ની જનરલ દ્વારા જે પગલાંઓ ભરવામાં આવેલ છે તેના ટેકેદારોએ તેમના પગલાંને આવકાર આપેલ છે. જ્યારે કેટલાક લોકોએ તેનો વિરોધ કરી જે લોકો સાચી રીતે અમેરીકામાં આશ્રય મેળવવા માંગતા હોય તેવી વ્યક્તિઓના હક્કો પર આવા નિયમો તરાપ મારે છે.

આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ ગયા વર્ષે ઈમીગ્રાંટ એડવોક્સી ગુ્રપના સભ્યોએ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યુરીટીના સીવીલ રાઈટ્સ વિભાગ તેમજ સીવીલ લીબર્ટી ડીવીઝનના અધિકારીઓ સમક્ષ આવા પ્રકારની પ્રવૃત્તિઓ સામે વિરોધ પણ નોંધાવવામાં આવેલ અને તેમાં પરિવારના સંતાનો વિખુટા પડી જતા હોવાનું જમાવ્યું હતું પરંતુ અધિકારીઓએ કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપ્યો નહતો.

અમેરીકાની સરહદે કેલીફોર્નિયા રાજ્ય આવેલ છે અને તેના ગવર્નરે નેશનલ ગાર્ડના સૈનિકોને રક્ષણાર્થે સરહદ નજીક ન મોકલવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળેલ છે પરંતુ આ અંગે જાણવા મળેલ છે કે કેટલાક રાજ્યોના ગવર્નરો અને તજજ્ઞાો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી હૂકમને ન્યાયની અદાલતમાં પડકારે તો નવાઈની વાત નથી.

Post Comments