Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવેલીના દશાબ્દિ પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરશે

- વૈષ્ણવ સમાજ ઓફ મીડવેસ્ટ શિકાગોના સંચાલકો દ્વારા

- ૧૬મી જૂનના રોજ છપ્પન ભોગનું થનારૃં ભવ્ય આયોજન

બાર્ટલેટ (શિકાગો), તા. 14 મે 2018 સોમવાર

શિકાગો  નજીકના  એડીસન  ટાઉનમાં  વૈષ્ણવ  સમાજ  ઓફ મિડવેસ્ટ સંચાલિત શ્રીજી દ્વારા  હવેલીનું ભવ્ય કલાત્મક  મંદિર આવેલ છે  અને તેનો ચાલુ વર્ષે દસ  વર્ષ પૂર્ણ થતા હોવાથી  આગામી જૂન માસ દરમ્યાન  ત્રણ દિવસ માટે પાટોત્સવની  રંગેચંગે ઉજવણી કરવામાં  આવનાર છે.

આગામી જૂના માસની  ૧૫મી તારીખથી ૧૭મી તારીખ  દરમ્યાન વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવશે
 તે પ્રસંગે યુવા   વૈષ્ણવાચાર્ય  પૂજ્ય   ગોસ્વામી  ૧૦૮   શ્રી  વ્રજરાજકુમારજી મહોદયશ્રી વ્યાસપીઠ  પર બિરાજમાન થશે  અને તેમની નિશ્રામાં  આ દિવસો દરમ્યાન વિવિધ  પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું  આયોજન કરવામાં આવેલ છે.

જેમાં ૧૬મી  જૂનને શનિવારે  ૫૬ ભોગનું  આયોજન કરવામાં  આવેલ છે જેમાં  વૈષ્ણવ સમાજના  મહાનુભાવો મોટી  સંખ્યામાં હાજરી  આપીને તેની ઉજવણી કરશે. આ અંગેની  વિગતોમાં જાણવા  મળે છે  તેમ વૈષ્ણવ  સમાજ ઓફ  મીડવેસ્ટના સંચાલકોએ અને  ૨૦૦૧ની સાલ દરમ્યાન એડીસન  ટાઉનમાં એક પ્રોપર્ટી ખરીદ કરી હતી  અનેે ૨૦૦૬ના વર્ષના  ઓક્ટોબર માસ દરમ્યાન  મંદિરના નિર્માણ કાર્યનો  આરંભ કરવામાં  આવ્યો હતો. 

અને તેને  પૂર્ણ થયાને  દસ વર્ષ જેટલો સમય  પૂર્ણ થતાં તેના  દશાબ્દી વર્ષના ઉત્સવની  જેને પાટોત્સવ કહેવામાંઆવે છે તેની ઉજવણી આગામી જુન માસની ૧૫મી તારીખથી ૧૭મી તારીખ દરમ્યાન કરવામાં આવનાર  છે અને તે પ્રસંગની શાનદાર  રીતે ઉજવણી થાય તે માટે વૈષ્ણવ સમાજના તમામ હરિભક્તો  તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને તેમાં નવયુવાનો અને યુવતિઓ પણ આનંદવિભોર બનીને ભાગ લઈ રહ્યા છે.
 

Post Comments