Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓસ્ટ્રેલિયામાં ઇરાદાપૂર્વકના અકસ્માતમાં મરનારાઓમાં ગુજરાતી મહિલા છઠ્ઠી

- દસ દિવસ અગાઉ એક યુવકે કરેલા અકસ્માતમાં ભાવિકા પટેલનો પણ ભોગ લેવાયો

(પીટીઆઇ)     મેલબોર્ન, તા.૧ બુધવાર, ફેબ્રુઆરી 2017

ઓસ્ટ્રેલિયાના બીજા ક્રમના સૌથી મોટા શહેર મેલબોર્નમાં રસ્તા પર ઇરાદાપૂર્વક કરેલા અકસ્માતમાં મરનારાઓની સંખ્યા છ પર પહોંચી હતી.

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ગુજરાતી  મૂળના ભાવિકા પટેલનું આજે અવસાન થયું હતું.

મેલબોર્નમાં એક વૈશ્વિક એકાઉન્ટીંગ કંપનનીમાં ડારેકટર તરીકે કામ કરતાં ભાવિકા પટેલને  ૨૦ જાન્યુઆરીએ થયેલા અકસ્માત પછી લાઇફ સપોર્ટ સીસ્ટમ પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમના પરિવારે સીસ્ટમ હટાવી લેવા સમંતી આપતા ગઇ રાત્રે હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.

ડોકટરોએ ભાવિકાને બચાવવા ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમની હાલત ઘણી જ નાજુક થઇ ગઇ હતી અને હોસ્પિટલમાં સારવારની કોઇ જ અસર દેખાતી નહતી. અત્રેના બુર્કે માર્ગ પર ખૂબ જ ઝડપથી આવીને અનેક રાહદારીઓને કચડી નાંખનાર કારે ઓફિસથી ઘરે જઇ રહેલા ભાવિકાને પણ જોરદાર ટક્કર મારી હતી. ઘટના સ્થળે જ બે બાળકો સહિત પાંચ જણા માર્યા ગયા હતા અને ૩૧ ને ઇજા થઇ હતી.

વિકટોરિયા પોલીસના વડા ગ્રેહામ એશ્ટોને કહ્યું હતું કે દારૃના બંધાણી અને હાલ જામીન પર છુટેલા ડ્રાઇવરે ઇરાદાપૂર્વક લોકોની ભીડમાં કાર ઘુસાડી દીધી હતી. ભાવિકા પટેલના ભાઇ મિતેશ પટેલે કહ્યું હતું કે મારા પરિવાર ખૂબ દુ:ખી થયું છે, પણ લોકો તરફથી અમને જે પ્રેમ અને સહકાર મળી રહ્યો છે તે બદલ અમો તેમના આભારી છીએ.

Post Comments