Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં ગુજરાતી યુવાને નકલી ટેક્સ અધિકારી બની અનેકોને છેતર્યા

- ફલોરિડાના મયામીનો અભિજીત જાડેજા કર બાકી છે એવો ફોન કરી લોકોને ધમકાવતો

(પીટીઆઇ)    ન્યુયોર્ક, તા.૧ બુધવાર, ફેબ્રુઆરી 2017


એક ભારતીય અમેરિકન અને તેના સાથીદાર પર અમેરિકાના બનાવટી કર અધિકારી બનાવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેઓ ખોટી રીતે પોતાની જાતને અધિકારી તરીકે રજૂ કરી કરદાતાઓને છેતરીને પોતાના ખાતામાં પૈસા જમા કરાવતા હતા.

ફલોરિયાના મયામીના અભિજીત સિંહ જાડેજા અને મયામી બીચના ૪૧ વર્ષના રોરાગેન  રાચ  જીન પર  વાયર ફ્રોડ કરવા ષડયંત્ર ઘડવાનો ૧૨ કાઉન્ટનો આરોપ  મૂકાયો હતો.

તેઓ 15 કરતાં વધુ એકસેસ ડીવાઇસ ધરાવતા અને  લોકોના આળખપત્રો ચોરી લેતા હતા, એમ સધર્ન ફલોરિડાના ફેડરલ વકીલ વિફરેડો ફેરેરે કહ્યું હતું.આરોપનામામાં સમાવાયેલા આરોપમાં જાન્યુઆરી ૨૦૧૪થી માર્ચ ૨૦૧૬ વચ્ચે જાડેજા અને રોરાગેને  ટેલીફોન કોલ કરીને તેઓ અમેરિકાના IRS વિભાગના અધિકારી તરીકે પોતાની જાતને રજૂ કરીને વિવિધ કર દાતાઓને કહેતા હતા કે તમારે IRSને  પૈસા ભરવાના થાય છે અથવા તો એમ પણ કહેતાં કે તમારી લોન મંજૂર કરવામાં આવી છે કે પછી તમને ગ્રાન્ટ આપવામાં આવે છે.

કથિત દેવાની ભરપાઇ કરવા અને  તેમને સંતોષ આપવા માટે આ જોડી તેમની જાળમાં ફસાયેલાઓને બેંક ખાતામાં પૈસા જમા કરાવવા અને ડેબિટ કાર્ડની વિગતો આપવા કહેતા  જે જાડેજા, રોરાગેન અને તેમના સાથીદારોને મળતાં. આસિસ્ટન્ટ યુએસ એટર્ની ડાયા નાથન આ કેસ ચલાવે છે.

Post Comments