Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં ફેડરલ ટેક્સ કલેકશનના નામે છેતરપિંડી, ગુજરાતી સામે કેસ

- મનીપેક ખરીદવા કહી તે પૈસા અશોક પટેલ પોતે જ ઉપાડી લેતો

(પીટીઆઇ)ન્યુયોર્ક,તા.2 જૂલાઇ 2018 સોમવાર

અમેરિકાના ફેડરલ ટેક્સ કલેકશનન એજન્સીને  તમારે પૈસા ભરવાના છે તેવું કહીને ભારતમાંથી અનેક અમેરિકનો સાથે છેતરપીંડી કરવાના ષડયંત્રમાં સંડોવણી બદલ  ગુજરાતી મૂળના એક વ્યક્તિ સામે કેસ કરાયો હતો.ઇલિનોઇસનો ૨૮ વર્ષનો અશોક ઉર્ફે એન્ડી પટેલની વાયર ફ્રોડના ષડયંત્રમાં  સંડોવણી બદલ તેની સામે મની લોન્ડરિંગનો કેસ પણ કરાયો હતો.

ગયા વર્ષે તેની ધરપકડ કરાઇ હતી અને તેની સામે ક્રિમિનલ ફરીયાદ કરાઇ હતી. કેટલીક શરતોના આધિન તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. ચાર્જશીટ અનુસાર, ડીસેમ્બર ૨૦૧૩થી ઓકટોબર ૨૦૧૪ વચ્ચે પટેલ એ ષડયંત્રનો ભાગ હતો જેમાં ભારતમાંથી ફોન કરીને અમેરિકાના નાગરિકોને ઇન્ટર્નલ રેવેન્યુ સર્વિસને તમારે પૈસા ચુકવવાના છે તેવા ખોટા ફોન કરીને પૈસા જમા કરાવવા ફરજ પાડવામાં આવતી હતી.  ભોગ બનેલાઓને એવી ધમકી આપવામાં આવતી હતી કે તમારી ધરપકડ ટાળવા મનીપેક ખરીદવા અથવા તો અન્ય પ્રકારના પ્રિપેડ સ્ટોર્સ વેલ્યુ કાર્ડ ખરીદવા પડશે.અશોક પટેલ સામેનો કેસ સાબીત થશે તો મહત્તમ દસ વર્ષની જેલની સજા થઇ શકે છે. જેમાં ત્રણ વર્ષનો પેરોલ પણ મળશે. ઉપરાંત ૨૫૦,૦૦૦ ડોલરનો દંડ તો ખરો જ.

Post Comments