Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમાજ ઉપયોગી કાર્યો કરનાર FIAની નિતા ભૂષણે પ્રશંસા કરી

- પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી

- કોન્સ્યુલ જનરલના હસ્તે ડૉક્ટરોને એવોર્ડ; જાહેર સન્માન

શિકાગો તા. 29 જાન્યુઆરી 2018, સોમવાર

ફેડરેશન ઓફ ઈન્ડીયન એસોસીએશન્સ ઓફ શિકાગોના સંચાલકોએ જાન્યુઆરી મહિનાની ૨૮મી તારીખને રવિવાર ઈટાસ્કા ટાઉનમાં આવેલ સ્વામીનારાયણ મંદિરના વિશાળ હોલમાં ભારતના ૬૯મા પ્રજાસત્તાકદિનની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. તે વેળા મુખ્ય મહેમાન તરીકે શિકાગોની ભારતીય કોન્સ્યુલેટના કોન્સ્યુલ જનરલ નિતા ભૂષણ તેમજ ઈલીનોઈ રાજ્યની આઠમી ડીસ્ટ્રીક્ટના કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ તેમજ ભીન્ન ભીન્ન શહેરોના મેયરો તથા ચુંટાયેલા પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે ભારતીય સમાજના ૩૦૦ જેટલા સભ્યો હાજર રહ્યા હતા.

પ્રજાસત્તાક દિનના પર્વની ઉજવણી પ્રસંગે યોજવામાં આવેલ સમારંભની શરૃઆત દિપ પ્રાગટય વિધીથી કરવામાં આવી હતી અને તેમાં કોન્સ્યુલ જનરલ નિતા ભૂષણ તેમજ કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ ભીન્ન ભીન્ન શહેરોના મેયરો તેમજ ચુંટાયેલા રાજકીય આગેવાનો તેમજ ભારતીય સમાજના અગ્રણીઓએ ભાગ લીધો હતો. આ વેળા આ સંસ્થાના સ્થાપક અને ભૂતપૂર્વ પ્રમુખ સુનીલભાઈ શાહ તેમજ ભૂતપૂર્વ પ્રમુખો ઓમકાર સંગા અને મુકેશભાઈ શાહે હાજર રહેલા મહાનુભાવો તથા ભારતીય સમાજના આગેવાનોને આવકાર આપી પ્રજાસત્તાક દિનનું મહત્ત્વ વિસ્તૃત રીતે સમજાવ્યું હતું.

આ પ્રસંગે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સંસ્થાના સંચાલકોએ સમાજના હિતાર્થે વિવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં મેડીકલ ચેકઅપ કેમ્પ, બ્લડ ટેસ્ટીંગ, ટેક્ષ સર્વીસ, પાસપોર્ટ અને વીઝા સર્વીસ તેમજ મેડીકેર, મેડીકેડ, સોશીયલ સિક્યોરિટી તેમજ જે વિદ્યાર્થીઓ કોલેજમાં વધુ અભ્યાસ અર્થે જનાર છે. તેઓને પોતાના અભ્યાસ અંગે સાચું માર્ગદર્શન મળી શકે તેમજ તેઓ તેમાં સફળતાપૂર્વક આગળ વધી શકે તે માટે સર્વેને જરૃરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તમામ પ્રકારના કાર્યક્રમોનું તેમાં આયોજન કરવામાં આવ્યું હતું.

શિકાગોના કોન્સ્યુલ જનરલ નિતા ભૂષણજીએ પોતાના પ્રવચનમાં FIA સંચાલકો દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જે સમાજ ઉપયોગી કાર્યો હાથ ધર્યા તે બદલ તમામને અભિનંદન આપ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા પ્રકારના હાથ ધરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના પ્રવચનમાં વિશેષમાં જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ વિવિધ પ્રકારના વિકાસના કાર્યો હાથ ધરવામાં આવેલ છે તે ખરેખર આવકારને પાત્ર છે. તાજેતરમાં તેમણે સ્વીટઝરલેન્ડના દાવોસ શહેરમાં યોજવામાં આવેલ વર્લ્ડ ઈકોનોમીક ફોરમમાં હાજરી આપીને હાજર રહેલા વિશ્વના નેતાઓ તથા મોટી મોટી કંપનીના સીઈઓને સંબોધન કરતાં પોતાના પ્રવચનમાં ભારત જે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે તેની વિસ્તૃત માહિતી આપી હતી અને હાજર રહેલા તમામ લોકોને તેને આવકાર આપ્યો હતો તે ભારત દેશ માટે એક આનંદદાયક બીના છે. અમેરીકામાં વસવાટ કરતા ભારતીય સમાજ તથા અન્ય હાજર રહેલા લોકોને પણ ભારત સાથે વધુ મજબૂત સંબંધો બાંધવા તેમણે અનુરોધ કર્યો હતો. આ વેળા તેમણે આ દિવસે જે ડોક્ટરોએ મેડીકલ કેમ્પમાં સેવાઓ આપેલ તે સર્વેને એવોર્ડ અર્પણ કરીને જાહેર સન્માન કર્યું હતું.

આ દિનની ઉજવણી પ્રસંગે શિકાગોની ભારતીય કોન્સ્યુલેટના અધિકારીઓ દ્વારા ભારતીય સમાજના લોકોને વીઝા, પાસપોર્ટ, ઓસીઆઈ તેમજ અન્ય વસ્તુઓ અંગે જરૃરી વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. ટેક્ષ કન્સલટન્ટ મુકેશ શાહ દ્વારા હાલમાં બદલાયેલા નવા ટેક્ષબીલ અંગે પણ માહિતીઓ આપવામાં આવી હતી. ફેડરેશન ઓફ ઈન્ડીયન એસોસીએશન શિકાગો દ્વારા પ્રથમ વખત જ સમાજના હિતાર્થે જે વિવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા તે બદલ ભારતીય સમાજના લોકોમાં તેની મુક્ત કંઠે પ્રશંસા થઈ રહી છે અને સમાજના લોકોએ આ સંસ્થાના સંચાલકો સુનીલ શાહ, નીલ ખોટ, મુકેશ શાહ, હિતેશ ગાંધી, નિનાદ દફતરી, રીટા સીંગ, ઓમકાર સંગા, ધીતુ ભગવાકર, પાયલ શાહ તેમજ ગુરમીટ ધલવાનને મળીને વ્યક્તિગત અભિનંદન પાઠવ્યા હતા.

પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ સમાજના લોકો પાસે કોઈપણ પ્રકારના નાણાં એકત્રિત કર્યા વિના વિનામૂલ્યે તેનું આયોજન કર્યું તે ખરેખર ધન્યવાદ અને આવકારને પાત્ર છે તેમજ આવા પ્રકારના કાર્યો ભવિષ્યમાં યોજવામાં આવે તેમ સર્વે લોકો ઈચ્છી રહ્યા છે. ડૉ. કમલ પટેલ કે જેઓ આ સંસ્થાના અગ્રણી છે તેમણે મેડીકલ કેમ્પનું સંચાલન સુંદર રીતે કર્યું તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે.

Post Comments