Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસીએશન્સ શિકાગોએ રંગોત્સવની કરેલી રંગેચંગે ઉજવણી

- શિકાગોના કોન્સ્યુલ જનરલ નિતા ભૂષણ, એર ઈન્ડિયાના વડા વી. માલિની, મેયર ડૉ. ગોપાલ લાલ મલાની હાજર રહ્ય

બાર્ટલેટ (શિકાગો), તા. 14 મે 2018 સોમવાર

શિકાગો નજીક દક્ષિણ વિસ્તારમાં આવેલ ઓક બુ્રક ટાઉનના મેકડોનલ્ડ પાર્કમાં મે મહિનાની છઠ્ઠી તારીખને રવીવારે સવારે ૧૧ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમ્યાન સૌ પ્રથમ વખત જ ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રંસગે મોટી સંખ્યામાં ભારતીય સમાજના આગેવાનો તેમજ નવ યુવાનો અને યુવતિઓ તથા નાની વયના કિશોરો તેમજ કિશોરીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

શિકાગો અને તેના પરાં વિસ્તારમાં આ સૌપ્રથમ વખત જ રંગોત્સવનું આયોજન કરવામાં આવતાં મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા આ ઉજવણીમાં ભાગ લેવા ઉમટયા હતા અને સર્વેએ તેનો મન મુકીને લાભ ઉઠાવ્યો હતો.

આ પ્રસંગે શિકાગોના ડાઉન ટાઉન વિસ્તારમાં આવેલ ભારતીય કોન્સ્યુલેટ ઓફિસના તેમજ એર ઈન્ડિયાના મુખ્ય અધિકારી વી. માલીની પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ આ પ્રસંગમાં ભાગ લઈ તેની શાનદાર રીતે ઉજવણી કરી હતી.

ફેડરેશન ઓફ ઈન્ડીયન એસોસીએશન્સના પદાધીકારીઓ તથા ઓકબુ્રક ટાઉનના મેયર તેમજ પોલીસ ડીપાર્ટમેન્ટના અધિકારીઓએ વિના મુલ્યે પાર્કિંગની સગવડતા કરેલ હોવાથી આ ઉત્સવમાં ભાગ લેનારાઓને અનેક પ્રકારની રાહતો પ્રાપ્ત થઈ હતી. આ ટાઉનના પોલીસ અધિકારીઓએ ટ્રાફિકની વ્યવસ્થાનું સંચાલન સુંદર રીતે કરતા સર્વત્ર જગ્યાએ રાહતની લાગણીઓ અનુભવાય હતી.

આ પ્રસંગે સુંદર સંગીતના કાર્યક્રમનું પણ આયોજન આવ્યું હતું અને તેમાં શિકાગોના જાણીતા સંગીતના કલાકારો ભૂપેન્દ્ર સીંઘ તેમજ પ્રતિભા જેરથે પોતાના સુમધુર કંઠે બોલીવુડના સુંદર ફિલ્મો ગીતો રજુ કર્યા હતા અને સ્ટેજની સામે આવેલા મેદાનમાં સંગીતના ધૂનની તાલે ભારતીય સમાજના ભાઈ બહેનો તેમજ નવ યુવાન કિશોરો અને કિશોરીઓ તથા નાની વયના ભૂલકાઓ મન મુકીને નાચ્યા હતા અને આ ઉત્સવનો તેમણે આનંદ મેળવ્યો હતો.

Post Comments