Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં અખબારની ઓફિસમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ, પાંચ પત્રકારનાં મોત

- ૯/૧૧ પછી અમેરિકી મીડિયા માટે સૌથી ઘાતક દિવસ

- હત્યારાએ મેરીલેન્ડ સ્ટેટમાં આવેલા સ્થાનિક અખબાર સામે ૨૦૧૨માં માનહાનિનો કેસ કર્યો હતો, જે તે હારી ગ

વૉશિંગ્ટન, તા.2 જૂલાઇ 2018 સોમવાર

અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટના અન્નાપોલીસ શહેરમાં 'કેપિટલ ગેઝેટ' નામના સ્થાનિક અખબારમાં શૂટિંગ થતાં પાંચ પત્રકારના મૃત્યુ થયા હતા, જ્યારે કેટલાક ઘાયલ થયા હતા. પોલીસે અંધાધૂંધ ગોળીબાર કરનારી ૩૮ વર્ષીય વ્યક્તિને અટકાયતમાં લઈ લીધો છે. આ વ્યક્તિએ સપ્ટેમ્બર ૨૦૧૨માં અખબાર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, પરંતુ આ કેસ તે હારી ગયો હતો.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. તેમણે ટ્વિટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે, અખબારની ઓફિસમાં ઘૂસીને હુમલો કરનારી વ્યક્તિનું નામ જેરદ વૉરેન રેમોસ છે. રેમોસે શોટ ગનથી અંધાધૂંધ ગોળીબાર કરવાનું ચાલુ કર્યું ત્યારે ઓફિસમાં અનેક લોકો હાજર હતા. તેણે કાચના દરવાજા પાછળ બેઠેલા ઉચ્ચ અધિકારીઓને નિશાન બનાવ્યા હતા. તેણે અખબારના પત્રકારો સામે કિન્નાખોરી રાખીને આ હુમલો કર્યો હતો. આ હુમલામાં આસિસ્ટન્ટ એડિટર રોબ હિઆસેન, એડિટોરિયલ પેજ એડિટર ગેરાલ્ડ ફિશમેન, એડિટર અને રિપોર્ટર જ્હોન મેકનામરા, સ્પેશિયલ પબ્લિકેશન એડિટર વેન્ડી વિન્ટર્સ અને સેલ્સ આસિસ્ટન્ટ રેબેકા સ્મિથનો સમાવેશ થાય  છે.

'કેપિટલ ગેઝેટ' અખબાર એક ડિજિટલ વેબસાઇટ પણ ધરાવે છે, જે બાલ્ટીમોર સન મીડિયા ગૂ્રપ સાથે સંકળાયેલી છે. આ વેબસાઈટમાં ૨૦૧૧માં એક કોલમમાં રેમોસ વિરુદ્ધ લેખ પ્રસિદ્ધ કરાયો હતો, જેમાં તેના પર મહિલાઓની હેરાનગતિના આરોપો મૂકાયા હતા.

પોલીસે રેમોસની ધરપકડ કરી ત્યારે પણ તે ખૂબ જ ગુસ્સામાં હતો. તેણે પોલીસને સહકાર આપવાની ના પાડી દીધી હતી. રેમોસની ઓળખ માટે પોલીસે તેના ફિંગર પ્રિન્ટ માંગ્યા ત્યારે તેણે પોતાની આંગળીઓ પર પણ ઘા મારી દીધા હતા. ત્યાર પછી ઓથોરિટીએ ફેસિયલ સોફ્ટવેરની મદદથી રેમોસના પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સની મદદથી તેની સંપૂર્ણ માહિતી મેળવી લીધી હતી.

Post Comments