Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીનની હિંદ મહાસાગર અને દક્ષિણ ચીન સમુદ્રમાં અન્ડરવોટર સર્વેલન્સ નેટવર્કની સ્થાપના

-સમુદ્રમાં પ્રભુત્ત્વ વધારવા ડ્રેગનનો નવો પ્રોજેક્ટ

(પીટીઆઇ) બેઇજિંગ, તા.1 જાન્યુઆરી 2018

ચીને સબમરિનોની મદદ માટે હિંદ મહાસાગર અને દક્ષિણ ચીન સમુદ્રમાં  નવા અન્ડરવોટર સર્વેલન્સ નેટવર્કની રચના કરી છે.  મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મેરીટાઇમ સિલ્ક રોડ પાસે દેશના હિતોનું રક્ષણ કરવા માટે અને સબમરીનને નિર્ધારિત લક્ષ્યાંક પર ત્રાટકવામાં મદદ કરવા માટે આ નેટવર્કની રચના કરવામાં આવી છે.

હોંગકોંગસ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ સિસ્ટમની શરૃઆત અગાઉથી જ કરી દેવામાં આવી છે.  ચાઇનિઝ એકેડેમી ઓફ સાયન્સ (સીએએસ) હેઠળ કાર્યરત સાઉધ ચાઇના સી ઇન્સ્ટિટયૂટ ઓફ ઓસનોલોજી દ્વારા આ પ્રોેજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ સંસ્થાએ તાજેતરમાં જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બાંધકામ અને પરિક્ષણના અંતે નવી સર્વેલન્સ સિસ્ટમ નેવીને સોંપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સમુદ્ર અંગે ચીનના તેના પાડોશી દેશો સાથે વિવાદ ચાલી રહ્યો છે. ચીનના વધતા જતા પ્રભુત્ત્વને રોકવા માટે અમેરિકા અમેરિકાએ પણ દક્ષિણ ચીન સમુદ્રમાં નેવલ જહાજ અને યુદ્ધ વિમાનો તૈનાત કર્યા છે.

સેન્ટર ફોર ન્યૂ અમેરિકન સિક્યુરિટી એન્ડ ધ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર સ્ટ્રેજિક સ્ટડીઝે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ૨૦૩૦ સુધીમાં ચીન પાસે ૨૬૦ યુદ્ધ જહાજ અને સબમરીન હશે. જેની સામે અમેરિકા પાસે ૧૯૯ હશે.

Post Comments