Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકા ખાતેની એમ્બેસી ઓફ ઈન્ડિયાએ ભારતના ૬૯મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરી

બે એરિયા, તા. ૨૯ જાન્યુઆરી 2018, સોમવાર

વોશિંગ્ટન ડીસીમાં આવેલી અમેરિકા ખાતેની એમ્બેસી ઓફ ઈન્ડિયાએ ભારતના ૬૯મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભવ્ય રીતે કરી હતી.

ઈન્ડિયન અમેરિકન કોમ્યુનિટી માટે એ કાયમ આનંદદાયક અને ગર્વ લઈ શકે તેવા સમાચાર હોય છે કે જ્યારે એમ્બેસી ઓફ ઈન્ડિયા અમેરિકામાં પણ ભારતમાં રંગેચંગે ઉજવાતાં તહેવારો અને રાષ્ટ્રીય તહેવારો ખુબ મોટા પાયે ઉજવે છે એટલું જ નહીં ઈન્ડીયન અમેરિકન કોમ્યુનિટિના સભ્યોને તેમાં ભાગ લેવા અને કલા-સાહિત્ય-સંગીતનું પ્રદર્શન કરવા નિમંત્રે છે.

ભારતમાં ઉજવાતા સર્વ ધર્મના તહેવારો જ્યારે અમેરિકામાં ઉજવાય છે ત્યારે સર્વે ઈન્ડિયન અમેરિકનોના મસ્તક ગર્વથી ઉન્નત થાય છે અને માતૃભૂમિનો પ્રેમ અને દેશભક્તિ સર્વેના મનમાં છવાઈ જાય છે.ભારતના ૬૯મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીમાં ઈન્ડિયન અમેરિકન કોમ્યુનિટિના ૨૦૦થી વધુ ભાઈઓ-બ્હેનો હર્ષોલ્લાસથી જોડાયા હતા. એમ્બેસી ઓફ ઈન્ડિયાના પટાંગણમાં એમ્બેસેડર NAVTEJ SARNAએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્ટેચ્યુને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

ત્યારબાદ એમ્બેસેડર શ્રી નવતેજ શરનાજીએ ભારતના ત્રિરંગા રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો. સર્વેએ ઉન્નત મસ્તકે ભારતના રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.

શ્રી નવતેજ શરનાજીએ ઉપસ્થિત ઈન્ડિયન અમેરિકન કોમ્યુનિટિ સભ્યને સંબોધન કર્યું હતું. ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પાઠવેલ રાષ્ટ્રજોગી શુભેચ્છા સંદેશને વાંચી સંભળાવ્યો હતો. પ્રજાસત્તાક દિવસને અનુરૃપ દેશભક્તિના ગીતો બાળ ગાયક કલાકારો અને યુવતીઓએ ગાતાં દેશપ્રેમ અને માતૃપ્રેમ ભક્તિનું અનોખું વાતાવરણ સર્જાયું હતું.

Post Comments