Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહાત્મા ગાંધીની પ્રતિમા વર્ષની મધ્યમ શિકાગો ખાતે મૂકાશે

- શિકાગો સ્થિત રેડ બેરી અર્થ ફાઉન્ડેશનની પ્રશંસનીય કામગીરી

- માર્ટીન લ્યુથરકિંગ અને ગાંધીજી બંને ગ્લોબલ લીડરઃ અમદાવાદમાં ડૉ. શૈલેષ ઠાકરને એવોર્ડ

શિકાગો, તા. ૧૩
આગામી સપ્ટેમ્બરમાં શિકાગો ખાતે મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ મુકવાનું પ્લાનીંગ શિકાગો સ્થિત રેડબેરી અર્થ ફાઉન્ડેશને કર્યું હોવાનું જાણવા મળે છે. માર્ટીન લ્યુથર કિંગ અને મહાત્મા ગાંધીની વૈશ્વિક લીડરશીપ અંગેની સરખામણીમાં આઝાદી માટેના હેતુ, અહિંસા ભગવાનમાં માન્યતા વગેરે મુદ્દા એક સમાન હતા. એક વોશિંગ્ટન ડીસી ખાતે ચાલ્યા હતા તો બીજાએ દાંડીકૂચ કરી હતી. બંને ઠાર મરાયા હતા.

તેમના મૃત્યુ પછી તેમના જીવનના સિદ્ધાંતો પૂજાય છે. બંનેએ લગ્ન કર્યા હતા અને સંસારમાં રહેતા હતા. એકનું ટ્રેનમાં અપમાન થયું હતું તો બીજાનું બસમાં અપમાન થયું હતું.

આ બંને ગ્લોબલ લીડરમાં કેટલાક મુદ્દે સરખામણી થઇ શકે તેમ નથી જેમ કે માર્ટીન લ્યુથર કિંગ ૩૯ વર્ષે મોતને ભેટયા હતા તો મહાત્મા ગાંધીની ૬૯મા વર્ષે હત્યા થઇ હતી. એકે રંગભેદ નીતિ સામે જંગ છેડયો હતો તો બીજાએ અંગ્રેજ શાસકો સામે જંગ છેડયો હતો.

માર્ટીન લ્યુથર કિંગ એવોર્ડ ગયા અઠવાડિયે અમદાવાદમાં ડો. શૈલેષ ઠાકરને એનાયત થયો ત્યારે વેબસ્ટર યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ અન્ના અને અમેરિકા સ્થિત રેડબેરી અર્થ ફાઉન્ડેશનના ડો. દિપક વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ બીટવીન માર્ટીન લ્યુથર કિંગ અને મહાત્મા ગાંધી ઇન ધ કોન્ટેસ્ટ ઓફ ગ્લોબલ લીડરશીપ પરના સંશોધન અંગે એવોર્ડ એનાયત કરાયો હતો.

Post Comments