Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વેલેન્ટાઈન ડે ની ઉજવણી પ્રસંગે બે એરિયામાં સ્થાનિક કલાકારોએ નાટક રજૂ કર્યું

(રાજેશ શાહ દ્વારા)બે એરિયા, તા. ૨૭

ભારતમાં સ્ટેજ ઉપર ભજવાતાં નાટકો હજુ પણ ખુબ લોકપ્રિય છે અને નાટય રસિકો મનોરંજનથી ભરપુર આવા નાટકો જોવાનું લોકો ચુક્તા નથી.

આવું જ કંઇ ખુબ જ નોંધ લેવા જેવું અને મનોરંજનથી ભરપુર સ્ટેજ ડ્રામા પત્ની નચાવે... ભગવાન બચાવે બે એરિયામાં સ્થાનિક ડ્રામા સ્ટેજ કલાકારોએ વેલેન્ટાઇન દિવસને ઉજવવા રજૂ કર્યું.

મનોરંજક નાટક શ્રીજી પ્રોડકશન દ્વારા ૧૭ ફેબુ્રઆરી ૨૦૧૭ના રોજ રજૂ થયું. શ્રીકાન્તના રોલમાં અમરીશ દમાણી, કોકીલાના રોલમાં પ્રતિક્ષા શાહ, રજનીના રોલમાં મ્યુનીક ધારીયા, ગજનીના રોલમાં ખ્યાતિ બ્રહ્મભટ્ટ સૌ કલાકારોએ એટલો સુંદર, સહજ અને સચોટ અભિનય કર્યો કે સૌ નાટક પ્રેમીઓએ અનેક વખત તાલીઓના ગડગડાટથી કલાકારોને વધાવી લીધા હતા.

ખૂબ જ અનુભવી અને સિનિયર કલાકારો અભિનય કરતા હોય તે જ રીતે અભિનય કરી સૌ કલાકારોએ નાટક પ્રેમીઓને પેટ પકડીને હસાવ્યા હતા.

Post Comments