Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાના ગવર્નરોના માનમાં મિલન સમારંભ

- વોશિંગ્ટન ડીસીમાં આવેલ ભારતીય રાજદુતના નિવાસસ્થાને

- ૨૫ જેટલા ગવર્નરો તથા પ્રતિનિધિઓએ આપેલી હાજરી

(પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા)    બાર્ટલેટ (શિકાગો), તા. ૨૭

અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં હાલમાં અમેરિકાના ગવર્નરોના એસોસીએશનની એક મીટીંગ ચાલે છે અને તે પ્રસંગની તકનો લાભ લઇને ભારતીય રાજદુત નવતેજ સરનાએ તેમના માનમાં તાજેતરમાં પોતાના નિવાસ સ્થાને એક ભવ્ય મિલન સમારંભનું આયોજન કર્યું હતું અને તેમાં ૨૫ જેટલા ગવર્નરોના પ્રતિનિધિઓ તેમજ ભારત અને અમેરિકાના ઉદ્યોગપતિઓ તથા ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોએ હાજરી આપી હતી.

અમેરિકાના ગવર્નરોનું એક નેશનલ ગવર્નસ એસોસીએશન નામનું એક સંગઠન સને ૧૯૦૮થી કાર્યવંત છે અને પોતાનો અવાજ સંગઠીત રીતે રજુ કરી શકાય તે માટે તેઓ અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં પ્રતિવર્ષે એકત્રિત થાય છે અને પોતાના અગ્રગણીય પ્રશ્નોને  વાચા આપવા માટે જરૃરી પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

ભારતીય રાજદુતના નિવાસ સ્થાને જે મિલન સમારંભ યોજવામાં આવેલ હતો તેમાં (૧) વર્જીનીયા (૨) નેવાડા (૩) અલાસ્કા (૪) એરીઝોના (૫) એરકેન્સાસ (૬) કોલોરાડો (૭) કનેક્ટીકટ (૮) ગુઆમ (૯) આઇડેહો (૧૦) ઈન્ડીઆના (૧૧) આયોવા (૧૨) કંટકી (૧૩) લુઝીઆના (૧૪) મેસેચ્યુસેટ્સ (૧૫) મીશીગન (૧૬) મોન્ટાના (૧૭) નોર્થ કેરોલીના (૧૮) નોર્થ ડાકોટા (૧૯) ઓકલહોમા (૨૦) સાઉથ કેરોલીના (૨૧) સાઉથ ડાકોટા (૨૨) યુટાહ (૨૩) વર્જીનીયા આયલેન્ડ (૨૪) વીસકોન્સની અને (૨૫) વાયમીગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે ચાર ગવર્નરો જેમાં (૧) કેલીફોર્નિયા (૨) મેરીલેન્ડ (૩) ન્યુયોર્ક તથા (૪) પેન્સીલવેનીઆનો સમાવેશ થાય છે તેઓ હાજર રહી શક્યા ન હતા પરંતુ તેમના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

આ મિલન સમારંભની શરૃઆતમાં ભારતીય રાજદુત નવતેજ સરનાએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં તમામ ગવર્નરો તથા તેમની પત્નીઓ તથા આમંત્રીત મહેમાનોને આવકાર આપી અમેરિકા અને ભારત એમ બન્ને દેશો વચ્ચે પારસ્પરિક રાજકીય તેમજ તમામ સ્તરે તે અંગે જરૃરી સહકાર પ્રાપ્ત થયેલ છે તે અતિ મહત્વનું છે.

તેમણે બન્ને દેશો વચ્ચે વાણીસ્વાતંત્ર્ય, લોકશાહી અને તમામ ક્ષેત્રે સંગઠીતતા જળવાયેલી રહી છે એ બન્ને દેશો માટે એક સાચી દિશાનું પગલું છે. તેમણે બન્ને દેશોના સંબંધો અંગે જણાવ્યું હતું કે આર્થિક ક્ષેત્રે આ બન્ને દેશોના સંબંધો ફળદાયી રહેલ છે અને તેથી વૈશ્વિક સ્તરે આ બંને દેશો પ્રતિસ્પર્ધી તરીકે કાર્ય કરી રહ્યા છે જે અતિ મહત્વનું છે.

અમેરિકામાં ભારતીય કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન વીસ બીલીયન ડોલર જેટલો ટેક્ષ અને સાત બીલીયન ડોલર જેટલી રકમ સોસીયલ સીક્યોરીટીમાં જમા કરાવેલ છે અને હાલમાં ૧૨૦૦૦૦ જેટલા અમેરિકન નાગરિકોના જીવનને કોર્પોરેટ સોસીયલ રીસપોન્સીબીલીટી યોગદાન મારફતે સારી એવી અસર થયેલી જોવા મળે છે. તેમણે પોતાના પ્રવચનના અંતમાં જણાવ્યું હતું કે ભારતીય દુતાવાસ તથા નેશનલ ગવર્નર એસોસીએશન એ બન્ને સંસ્થાઓ સહકારના પાયા પર કાર્ય કરશે તો બન્ને દેશોને ઘણો જ ફાયદો થશે.

આ પ્રસંગે નેશનલ ગવર્નર એસોસીએશનના વર્જીનીયાના ગવર્નર તથા એસોસીએશનના પ્રમુખ મેકલીફે બન્ને દેશો વચ્ચેના પારસ્પરિક સંબંધોનો ઉલ્લેખ કરી ઝડપી વિકાસ અંગે આનંદની લાગણીઓ વ્યક્ત કરી હતી.

તેમણે આ પ્રસંગે સને ૨૦૧૫ના વર્ષના નવેમ્બર માસમાં ભારતની મુલાકાત લીધી હતી અને ત્યાં આગળ મૂકી રોકાણની જે તકો છે તેનો આછેરો ઉલ્લેખ તેમણે તેમના પ્રવચનમાં કર્યો હતો. તેમણે પોતાની સંસ્થા ભારત દેશ સાથે શક્ય એટલા તમામ ક્ષેત્રે સાથ અને સહકારથી કાર્ય કરશે એવું જણાવ્યું હતું.

નેશનલ ગવર્નર એસોસીએશનના ઉપપ્રમુખ ગવર્નર એન્ડોવલે ભારતીય રાજદૂતને પોતાની સંસ્થા વતી મોમેન્ટો અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે ભારત સરકાર અને ભારતીય દુતાલય દ્વારા ૈતૈયાર કરવામાં આવેલ સ્લાઇડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કોણ કોણ હાજર રહ્યું હતું ?
(૧) વર્જીનીયા (૨) નેવાડા (૩) અલાસ્કા (૪) એરીઝોના (૫) એરકેન્સાસ (૬) કોલોરાડો (૭) કનેક્ટીકટ (૮) ગુઆમ (૯) આઇડેહો (૧૦) ઈન્ડીઆના (૧૧) આયોવા (૧૨) કંટકી (૧૩) લુઝીઆના (૧૪) મેસેચ્યુસેટ્સ (૧૫) મીશીગન (૧૬) મોન્ટાના (૧૭) નોર્થ કેરોલીના (૧૮) નોર્થ ડાકોટા (૧૯) ઓકલહોમા (૨૦) સાઉથ કેરોલીના (૨૧) સાઉથ ડાકોટા (૨૨) યુટાહ (૨૩) વર્જીનીયા આયલેન્ડ (૨૪) વીસકોન્સની અને (૨૫) વાયમીગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે ચાર ગવર્નરો જેમાં (૧) કેલીફોર્નિયા (૨) મેરીલેન્ડ (૩) ન્યુયોર્ક તથા (૪) પેન્સીલવેનીઆનો સમાવેશ થાય છે તેઓ હાજર રહી શક્યા ન હતા પરંતુ તેમના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

Post Comments