Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિનની કરવામાં આવેલી શાનદાર ઉજવણી

- ઈન્ડો અમેરિકન સીની. એસો. ઓફ શેયરવિલ દ્વારા

- ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણદિન નિમિત્તે શ્રધ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી

બાર્ટલેટ (શિકાગો), તા. ૨૭

ન્યુજર્સી રાજ્યના શેયરવીલ ટાઉનમાં સીનીયરોના હિતાર્થે એક વિશાળ પ્રમાણમાં ઈન્ડો અમેરિકન સીનીયર એસોસીએશન ઓફ શેયરવીલ નામનું સીનીયર એસોસીએશન ઘણાં લાંબા સમયથી કાર્યવંત છે અને તે સંસ્થાના સંચાલકોએ તાજેતરમાં ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિનની શાનદાર રીતે ઉજવણી કરી હતી અને તેની સાથે સાથે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિનની પણ ઉજવણી કરી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં સીનીયર એસોસીએશનના સભ્યોએ હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શેયરવીલે સીનીયર્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૃઆત પ્રાર્થનાથી થઇ હતી અને આ સંસ્થાના પ્રમુખ સુભાષભાઇ દોશીએ આમંત્રીત મહેમાનો તથા સીનીયર સંસ્થાને આવકાર આપી આ સંસ્થા દ્વારા જે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તેની ઓછેરી રૃપરેખા આપી હતી અને સૌ સભ્યો તેમાં જરૃરી સહકાર આપી રહ્યા છે તે બદલ સૌનો તેમણે આભાર માન્યો હતો.

આ પ્રસંગે પ્રિતિ મ્યુઝીકલના હિંદીકી પાઠશાળાના પ્રિતિ કલદુર દ્વારા રાષ્ટ્રિય તેમજ હિન્દી અને ગુજરાતી ગીતોની સુંદર રજુઆત કરવામાં આવી હતી. તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણદિન પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સુંદર કાર્યક્રમ પણ રજુ કર્યો હતો.

આ વેળા ચંદ્રકાંત ઝવેરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દિલિપ મહેતાએ પાઘડીધારી સ્વાંગમાં પહેરવેશ પરિધાન કરી પ્રવેશ કરતાં સૌ હાજર રહેલા સભ્યોએ તાળી દ્વારા હર્ષભેર આવકાર આપ્યો હતો. આ પ્રસંગે ધ્વજવંદન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુકુંદ ઠાકર, આત્માસિંગ હરકેશ ઠાકુર, જુનેદ કાઝી, વિરુ પટેલ, મુકેશ કાશીવાલા, અને અન્ય જનોએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. આ વેળા મુકેશ કાશીવાળાએ આ સીનીયર સંસ્થાને મદદરૃપ થનાર એવા પાંચ કાર્યકરોને વર્કચક્ર આપવાની કરેલી જાહેરાતને સૌ લોકોએ આવકાર આપ્યો હતો.

પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે શાનદાર સંગીતના પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિતિબેને હિંદી તથા ગુજરાતી ગીતો રજુ કર્યા હતા અને ચિરાગ ત્રિવેદીએ પણ આ વેળા જરૃરી સહકાર આપી સુંદર ગીતો રજુ કર્યા હતાં જેને સૌએ તાળીઓના ગડગડાટથી આવકાર આપ્યો હતો.

આ પ્રસંગે ખાસ આમંત્રિતોમાં મુકુંદ ઠાકર, આત્માસિંગ હરકેશ ઠાકર, વિરુ પટેલ, ઝુનેદ કાઝી, મુકેશ કાશીવાલા, ચંદ્રકાંત ઝવેરી, નવિન શાહ તથા ફોટોગ્રાફર પ્રદિપ શાહ, વિજય શાહ તેમજ ગાયક પ્રિતિબેન અને ચિરાગ ત્રિવેદીએ ખાસ હાજરી આપતાં સંસ્થાના મંત્રી મંજુલાબેન પટેલે પુષ્પગુચ્છ અર્પણ કરી સૌને સન્માનિત કર્યા હતા.

ફિસાનાના નવા નિયુક્ત પ્રમુખ પોપટ પટેલને પ્રમુખ સુભાષ દોશીએ પુષ્પગુચ્છ અર્પણ કરીને શુભેચ્છા પાઠવી હતી.

Post Comments