Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિકાગોના ફુલબ્રાઇટ સ્પેશીયાલીસ્ટ ડૉ. મનુ વોરાનું કરેલું બહુમાન

- શિકાગોની ઇન્ડીયન અમેરિકન બીઝનેસ કાઉન્સીલે

- સ્મોલ બીઝનેસના ઝડપી વિકાસ માટે કઇ આધુનિક પધ્ધતિઓ અપનાવવી જોઈએ તે અંગે આપેલું માર્ગદર્શન

બાર્ટલેટ (શિકાગો), તા.૨૭

શિકાગોની નોન પ્રોફીટ સંસ્થા ધી ઇન્ડીયન અમેરિકન બીઝનેસ કાઉન્સિલના અગ્રણીઓએ શિકાગોના ફુલ બ્રાઇટ સ્પેશીયાલીસ્ટ ડૉ. મનુ વોરાનું સન્માન કરવાનો એક ભવ્યતાભર્યો મીલન સમારંભ ફેબુ્રઆરી માસની ૧૬મી તારીખે રોલીંગ મીડોઝ ટાઉનમાં આવેલ હોલીડે ઇનના ભવ્ય બેન્કવેટ હોલમાં યોજ્યો હતો અને તેમાં શિકાગોના જાણીતા બીઝનેસમેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે કોર્પોરેટ ઓફિસના અગ્રણીઓ તથા ભારતીય સમાજના આગેવાનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

સન્માન સમારંભની શરૃઆતમાં IABC ના ચેરપર્સન પુનમ ગુપ્તા-ક્રિષ્નને પોતાની સંસ્થા શું કાર્ય કરે છે તેનો આછેરો ખ્યાલ આપ્યો હતો અને તેણે આજ દિન સુધી કેવાં કાર્યો હાથ ધર્યા હતા તેની સંપૂર્ણ વિગતો હાજર રહેલાઓને આપી હતી.

તેઓ પોતે IYKA એન્ટરપ્રાઇસના સીઈઓ છે અને નાના ઉદ્યોગોને ભારત અને અમેરિકા એમ બે દેશો વચ્ચે કઇ રીતે એકરાગીતા જળવાઈ રહે તે માટે જરૃરી સલાહ સુચનો અને યોગ્ય માર્ગદર્શન આપે છે. તેમણે વધારામાં જણાવ્યું હતું કે, IABC નો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે વ્યાપાર અને મુડી રોકાણની જે તકો છે તે અંગે સચોટ માર્ગદર્શન આપે છે અને સાથે સાથે તે અંગેનું લોબીંગ પણ કરે છે. તેમણે પોતાના પ્રવચનના અંતમાં જણાવ્યું હતું કે કોઇ પણ વ્યકિત IABC નો વિના મુલ્ય સભ્ય થઇ શકે છે અને તેવા લોકોને અમો હાર્દિક આવકાર આપીશું.

આ પ્રસંગે IABC ના પ્રમુખ હરીશ કોલસાનીએ મુખ્ય મહેમાન તથા જે બીઝનેસમેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, તે સર્વેનું સ્વાગત કરીને IABC સંસ્થાને પોતાનો જરૃરી સહયોગ આપવા હાર્દિક અપીલ કરી હતી. આ વેળા IABC ના ઉપપ્રમુખ કિર્તિકુમાર રવુરીએ પોતાની સંસ્થાના ડીરેકટરો સાથે સ્ટેજ પર પધારીને અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના શિક્ષણ અને સાંસ્કૃતિક વિભાગના અગ્રણી દ્વારા ફુલ બ્રાઇટ સ્પેશીયાલીસ્ટ તરીકે નિમણુક થતાં એવા ડૉ. મનુ વોરાનું પ્લેક તેમજ શાલ અર્પણ કરીને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

શિકાગોમા બીઝનેસ મેનેજમેન્ટમાં ગુરૃ તરીકે ખ્યાતિ પામેલા તેમજ બીઝનેસ એક્સીલન્સ ઇંકના ચેરમેન તથા પ્રમુખ ડૉ. મનુ વોરાએ નાના ઉદ્યોગ ધારણ કરનારાઓ પોતાના ધંધાાં કઇ રીતે ઝડપથી વિકાસ કરી શકે તે દિશામાં તેઓ સતત પ્રયત્નશીલ રહે છે અને તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે નાના ઉદ્યોગ ધરાવનાર બીઝનેસમેનોએ પોતાના વ્યવસાયમાં ચોક્કસ ઉચ્ચ કક્ષાની નિતીનો અમલ કરવાનો રહે છે અને તેમ કરવાથી દરેક વ્યકિત પોતાના વ્યવસાયને સહેલાઈથી વિકસાવી શકશે. દરેક વ્યકિત જો પોતાના વ્યવસાયનો ઝડપથી વિકાસ ઇચ્છતા હોય તો તેઓ જયાં તે કાર્ય કરતા હોય ત્યાં આગળ તેના તાલમેલ સાથે કાર્ય કરશે તો તે ક્ષેત્રમાં સરળતાથી સફળતા પ્રાપ્ત કરશે એવું તેમણે પોતાના પ્રવચનના અંતમાં જણાવ્યુંહતું.  IABC સંસ્થાએ પોતાનું જે સન્માન કર્યું તે બદલ ડૉ. મનુ વોરાએ સંસ્થાનો સંચાલકોનો આભાર માન્યો હતો.

Post Comments