Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિંદુ કલ્ચરલ સેન્ટર ધ્વારા ફંડ રેઇઝીંગ

- શિકાગોના શિવાલય મંદિર માટે

- ભારતીયોમાં અનેક પ્રકારના ઉત્સાહનું આયોજન

બાર્ટલેટ, શિકાગો તા. ૨૭

શિકાગોના ડાઉન ટાઉનમાં આવેલ વેસ્ટ ગ્રાન્ડ એવન્યુ પર શિવાલય મંદિર આવેલ છે અને તેનું સમગ્ર સંચાલન હિંદુ કલ્ચરલ સેન્ટર કરે છે. આ સંસ્થાના સંચાલકોએ સંસ્થાને વધુ દાનો પ્રાપ્ત થાય તે માટે તાજેતરમાં એક ફંડ રેઇઝીંગ કાર્યક્રમનું આયોજન કરેલ છે અને તેને સારી એવી સફળતા પ્રાપ્ત થઈ હતી.

આ અંગે સંસ્થાના અગ્રણી જીગરભાઈ શાહે અમારી મુલાકાતમાં જણાવ્યું હતું કે અમેરીકામાં જન્મેલા નાની વયના કિશોરો તથા કિશોરીઓમાં ભારતીય સંસ્કૃતિના અવશેષો જળવાયેલા રહે અને તેઓ તેનાથી માહિતગાર થાય તે માટે હિંદુ કલ્ચરલ સેન્ટર દ્વારા અનેક પ્રકારના વિવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

તેમજ આ સેન્ટર દ્વારા ભિન્ન ભિન્ન પ્રકારના વર્ગો પણ બાળકો માટે ચલાવવામાં આવે છે અને તેનો લાભ તેઓ સવિશેષ પ્રમાણમાં લે છે. આ પ્રવૃત્તિને વધુ વેગવાન બનાવવા માટે નાણાંકીય સહયોગ સમાજના લોકો તરફથી પ્રાપ્ત થઈ શકે તે માટે અમોએ સમાજના સહયોગથી ફંડ રેઈઝીંગના કાર્યક્રમનું આયોજન કરેલ અને તેને સારી એવી સફળતા પણ પ્રાપ્ત થયેલ છે.

Post Comments