Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિલિયમ્સબર્ગમાં રહેતા વડોદરાના શિવમ પટેલની U.S. આર્મી દ્વારા ધરપકડ

- મુસ્લિમ આર્મીમાં જોડાઇને જેહાદના મનસુબાનો આરોપ

(પ્રતિનિધિ દ્વારા)      વડોદરા,તા. 3 ઓગષ્ટ 2017, ગુરૂવાર

અમેરિકાના લશ્કરમાં જોડાવા માટેની અરજીમાં ખોટી માહિતી આપવા બદલ મૂળ વડોદરાના અને હાલ અમેરિકાના વર્જિનિયા સ્ટેટના વિલિયમ્સ બર્ગ ખાતે રહેતા ૨૭ વર્ષના શિવમ પટેલની ધરપકડ કરાઇ છે. જેની સામે 'મુસ્લિમ આર્મી' માં જોડાઇને જેહાદ જગાવવાનો મનસુબો રાખવાનો આરોપ મુકાયો છે.

થોડાક વર્ષો પૂર્વે, શિવમ પટેલે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. ે વર્જિનિયાના ઇસ્ટર્ન ડિસ્ટ્રીક્ટની યુએસ એટર્નીની કચેરીમાંથી બહાર પાડવામાં આવેલી અખબારી યાદી પ્રમાણેે તેણે લશ્કરમાં ભરતી થવા માટેની અરજીમાં વિદેશોની સહેલગાહો અને જોર્ડનમાં થયેલી ધરપકડની વિગતો છુપાવી હતી.


તેણે એક વિશ્વાસપાત્ર સૂત્ર એવા અન્ડરકવર એજન્ટને જણાવ્યું હતું કે, તે મુસ્લિમ આર્મીમાં જોડાઇને જેહાદ કરવાની ખ્વાહિશ રાખે છે. તેની સામે કાનૂની કાર્યવાહી કરનાર પ્રોસીક્યૂટર્સના જણાવ્યા પ્રમાણે તેણે ચીન અને જોર્ડનની મુલાકાત લીધી હતી.

ડેઇલી પ્રેસમાં પ્રસિધ્ધ થયા મુજબ તેની સામે થયેલી ફોજદારી ફરિયાદમાં જણાવાયું છે કે, પટેલે જુલાઇ ૨૦૧૬માં ચીનની મુલાકાત લીધી હતી. અને પછી હવાઇ માર્ગે જોર્ડન પહોંચ્યો હતો. જ્યાં તેની ધરપકડ કરાઇ હતી. અટકમાં રખાયા બાદ તેને અમેરિકા તડીપાર કરાયો હતો.

અખબારી યાદી મુજબ યુએસઆર્મી અને એરફોર્સમાં જોડાવા માટે તેણે કરેલી અરજી પછી હાથ ધરાયેલી પસંદગી પ્રક્રિયા વેળા તેને જ્યારે વિદેશ પ્રવાસ સંબંધમાં પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે તેમાં તેની ચીન યા જોર્ડનની મુસાફરીનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો.

શિવમ પટેલે ત્યારે કહ્યું હતુઃ મેં અમેરિકાની બહાર ૨૦૧૧-૨૦૧૨માં પારિવારિક કારણે ભારતનો પ્રવાસ ખેડયો તે સિવાય બીજો કોઇ પ્રવાસ કર્યો નથી.

યુએસ આર્મી આગળ જૂઠું નિવેદન કરવાનાં આરોપસર અટકમાં રખાયેલા ૨૭ વર્ષીય મૂળ ભારતીયની જામીન અરજી વિશે પ્રોસિક્યૂટરે જણાવ્યું હતું કે, તેની સામે ત્રાસવાદને લગતા આરોપની તપાસ થઇ રહી છે. પ્રોસીક્યુટરે જ્યારે એવી દલીલ કરી કે, પટેલ અંતિમવાદી વિચારસરણી અપનાવી ચૂક્યો છે. ત્યારે ન્યાયાધીશે 'સમાજ માટે તે ખતરો છે' એવી નુકતેચીની સાથે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ  ગયા ઓગસ્ટમાં આરોપીનાં વાલીઓ સાથે ફેડરલ બ્યૂરોનાં એજન્ટોએ કરેલી પૂછપરછમાં તેમણે પટેલ ' ઇસ્લામથી અભિભૂત' થઇ ગયો હોવાનું જણાવ્યું હતુ. તે પછી એજન્ટોએ તેમના ઘરોની અને પટેલના રૃમની તલાશી લીધી હતી. શોધખોળ દરમિયાન પટેલે '' આઇએસઆઇએસમાં કેવી રીતે જોડાવું તે વિશે તપાસ કરી હોવાનું મળી આવ્યુ હતું.

શિવમ પટેલે ગયા વર્ષે ઉનાળામાં ચીનમાં અંગ્રેજી શીખવવા વર્જિનિયા છોડયુ હતું. પણ, તેણે પોતાના પિતાને જણાવ્યુ હતું કે, ચીનમાં મુસ્લિમો સાથે જે રીતે વ્યવહાર થઇ રહ્યો છે તેનાંથી તે  નાખુશ છે.

ગયા ઓગસ્ટમાં તેનું વર્જિનિયા પાછા ફરવાનું નક્કી હતું. પણ, તેણે પોતાના વાલીઓને તે જોર્ડન જઇ રહ્યો હોવાનો સંદેશો મોકલ્યો હતો. તે પછી ટુંક સમયમાં જ જોર્ડનના અધિકારીઓએ એફબીઆઇને એવો સંદેશો મળ્યો કે, તેઓ પટેલને તડીપાર કરી રહ્યા છે, અને એ જ દિવસે અમેરિકા જતા વિમાનમાં બેસાડી દેવાયો હતો.

તે વખતે પટેલે એફબીઆઇના અન્ડર કવર કર્મચારીને જણાવ્યું હતું કે, તે જેહાદમાં માને છે. એમ કોર્ટ સમક્ષ રજુ કરાયેલા દસ્તાવેજોમાં જણાવાયું છે.

પટેલ સામેની એફિડેવિટમાં જણાવાયા પ્રમાણે તેણે ત્રાસવાદી હુમલાઓની પ્રશંસા કરી હતી. જો કે, તેની જેહાદ આટલી હિંસક નહીં હોય એમ તેણે કહ્યું હતું.

પ્રોસિક્યૂટર્સના જણાવ્યા પ્રમાણે તેણે જેની પ્રશંસા કરી તેમાં ૨૦૦૯માં ટેકસાસમાં ફોર્ટ હૂડના ત્રાસવાદી હુમલાનો સમાવેશ થતો હતો, જેમાં એક આર્મી સોલ્જરે તેના કેટલાક સાથીઓની ગોળી મારી હત્યા કરી હતી.

ગયા સપ્ટેમ્બરમાં, તે પોતાના ઘરે માતાપિતા સાથે રહેવા વિલિયમ્સબર્ગ પાછો ફર્યો હતો અને તેણે પોલીસ, સુધારણા તંત્ર, પ્રોબેશન કચેરીઓ, ફાયર વિભાગો અને લશ્કરમાં નોકરી મેળવવા માટે અરજી કરવા માંડી હતી. પ્રોસીક્યૂટર્સે એવી દલીલ કરી હતી કે, તેણે જ્યારે ફોર્ટ ફૂડ હત્યાકાંડની તરફેણ કરી હતી ત્યારે તેની આ પ્રવૃતિ ચિંતા જન્માવે તેવી છે.

Post Comments