Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં ભારતીય અમેરિકન મહિલા અને તેના દાદા-દાદીનું આગમાં મોત

- દાદા-દાદીને બચાવવા અંકલ સાથે ઘરમાં ગઇ હતી

- સબંધીના આગામી લગ્ન પહેલાની ઉજવણી દરમિયાન બનેલી આગની ઘટના

(પીટીઆઇ)     ન્યુયોર્ક, તા. 30 એપ્રિલ 2018, સોમવાર

અમેરિકામાં પોતાના સબંધીના લગ્ન પહેલાંની ઉજવણી દરમિયાન આખા ધરમાં ખૂબ જ ઝડપથી આગ લાગતાં ભારતીય મૂળની એક મહિલા અને  તેમના દાદા-દાદી ગુજરી ગયા હતા જ્યારે તેમના બે બાળકો દાઝી ગયા હતા.

ગયા શનિવારની ઘટનામાં હરલીન મેગ્ગો, તેમના ૮૨ વર્ષના દાદી રધુવીર કૌર-કાઇન્થ  અને ૮૭ વર્ષના પ્યારા કાઇનાથના મોત થયા હતા. મેગ્ગોના બે બાળકો આઠ વર્ષની દિકરી અને છ વર્ષનો દિકરો ઇમારતમાં ફસી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા.

 ફાયર ફાઇટરોએ બંનેને બચાવી લીધા હતા. પુત્રી ખૂબ જ ગંભીર હતી અને પુત્ર નસાફ યુનિ. મેડિકલ સેન્ટરમાં સ્થિર હાલતમાં હતો. ઘરના અન્ય સાત જણાને દાઝી જવાના કારણે અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, જો કે તેમની ઇજા ગંભીર નહતી. ૩૮ વર્ષના તેમના એક સબંધી રણજીક કૌરે કહ્યું હતું કે તેમણે  ઘરમાં ફસાઇ ગયેલા લોકોની ચીસો સાંભળી હતી.

'આ એક મોટી દુર્ઘટના છે. મેં ક્યારે પણ આવી વિકરાળ આગ જોઇ નથી'એમ કૌરે કહ્યું હતું. ફાયર ફાઇટીંગ વિભાગના અધિકારીઓ આગ કેવી રીતે લાગે તે શોધી રહ્યા હતા.

પિત્રાઇના લગ્ન હોવાના કારણે મેગ્ગો પરિવાર સાથે જોડાવવા દાદા-દાદી સાથે રહેવા હતા.મેગ્ગોના ભાઇ પરમ સિંહે પત્રકારોને કહ્યું હતું કે ખરેખર તો મેગ્ગો ઘરમાંથી બહાર દોડી આવી હતી, પરંતુ પોતાના દાદા-દાદીને બચાવવા અંકલ સાથે ફરીથી ઘરમાં ગઇ હતી.' આવું તો તમે ક્યારે વિચારી પણ ના શકો. આવું બનશે તેની તમે કલ્પના પણ કરી ના શકો'એમ તેમણે કહ્યું હતું. ફાયર ફાઇટીંગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે અમારા જવાનોએ જાનના જોખમે લોકોને બચાવ્યા હતા, પણ અફસોસ કે કેટલાક જણ માર્યા ગયા.

Post Comments