Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ન્યૂયોર્કમાં 100 વર્ષ જુની ઇમારતમાં વિકરાળ આગ, એક વર્ષના બાળક સહીત 12 ભુંજાયા

- ન્યૂયોર્કમાં દસકાની ભયાનક આગની ઘટના

- 20 ફ્લેટ ધરાવતી ઇમારતમાં લિફ્ટ નહોતી, ફાયરપ્રૂફ ન હોવાથી મોટી જાનહાની

- આગને કાબુમાં કરવા માટે 160થી વધુ ફાયરફાઇટર્સની મદદ લેવાઇ


ન્યૂયોર્ક, તા. 29 ડિસેમ્બર 2017

ન્યૂયોર્કમાં એક બહુ જુની ઇમારતમાં આગ લાગતા ૧૨થી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેકને ઇજા પહોંચી છે. ન્યૂયોર્કમાં દસકાની આ સૌથી ભયાનક આગ માનવામાં આવે છે. અહીંના પ્રોસ્પેક્ટ એવન્યૂ એપાર્ટમેન્ટમાં આ આગ લાગી હતી.

જેણે બાદમાં વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. ન્યૂયોર્ક સિટી મેયર બિલ ડે બ્લાસીઓએ જણાવ્યું હતું કે દસકાની આગની આ સૌથી વિકરાળ અને દુઃખદ ઘટના છે. આગ લાગતા જ આશરે ૧૬૦ જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા. જાનહાની વધુ થઇ હતી કેમ કે આ ઇમારતમાં કોઇ જ લિફ્ટ નહોતી જેને પગલે અંદર ફસાયેલા લોકો નીચે ઉતરી નહોતા શક્યા.

  જે લોકો જીવતા ભૂંજાયા હતા તેમાં એક એક વર્ષનું બાળક પણ હતું. આ કરુણ ઘટના બાદ ન્યૂયોર્ક વાસીઓમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે. જે પણ લોકો માર્યા ગયા છે તેમાંથી એક વર્ષથી લઇને ૫૦ વર્ષની વયના હતા.

આ અંગેની માહિતી ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટના કમિશનર ડેનીયલ નીગરે આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે વર્તમાન સમયની આગની આ સૌથી દુઃખદ ઘટના છે. આ પહેલા દસકામાં આવી આગની ઘટના ન્યૂયોર્કમાં ક્યાંય જોવા નથી મળી.

ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રુ કુમોએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે હાલ જે ઘટના બની છે તેના પર મારી ચાંપતી નજર છે. જે પણ લોકોએ આ અંગેની જાણકારી સૌથી પહેલા અમને આપી છે તેમના અમે હંમેશા આભારી રહીશું, તાત્કાલીક જાણકારી મળી જતા જ આગને કાબુમાં કરવામાં ઘણી સફળતા મળી રહી છે.

જે ઇમારતમાં આ આગ લાગી છે તે ૧૦૦ વર્ષ જુની છે અને તેમાં આશરે ૨૦ જેટલા ફ્લેટ્સ આવેલા છે. ફાયરપ્રૂફ ન હોવાથી આ આગની ઘટના સામે આવી હતી. આ પહેલા ૧૯૯૦માં આવી ઘટના ન્યૂયોર્કમાં બની હતી. જેમાં ૮૭ લોકો માર્યા ગયા હતા.

Post Comments