Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેલિફોર્નિયા: ગવર્નર પદની રેસમાં 22 વર્ષીય ભારતીય શુભમ ગોયલ સામેલ

- કેલિફોર્નિયાના નાગરિકોને મેગાફોન દ્વારા સંબોધિત કરી રહ્યા છે

- શુભમના પિતાની લખનૌમાં સોફ્ટવેર કંપની છે

સેક્રામેન્ટો, 2 જૂન 2018 શનિવાર

જે ઉંમરમાં લોકો કોલેજ લાઈફની મોજ માણતા હોય તે ઉંમરમાં એક ભારતીય એવા પણ છે જે વિદેશી ધરતી પર ગર્વનર પદની દોડમાં ઝડપથી આગળ વધી રહ્યા છે.

22 વર્ષના આ ભારતીય અમેરિકી આઈટી પ્રોફેશનલનું નામ શુભમ ગોયલ છે અને તે કેલિફોર્નિયાના ગવર્નર પદની રેસમાં મજબૂતી સાથે ટકેલા છે.

મૂળ શુભમ ગોયલનો સંબંધ ઉત્તર પ્રદેશ સાથે છે. તેમની માતા કરુણા ગોયલ મેરઠના છે અને પિતા વિપુલ ગોયલની લખનૌમાં પોતાની સોફ્ટવેર કંપની છે.

શુભમે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ અને સિનેમાનો અભ્યાસ કર્યો છે અને વર્તમાનમાં તે ડેનવિલે કેલિફોર્નિયામાં રહે છે.

કેલિફોર્નિયામાં રસ્તા પરથી પસાર થનાર લોકોને શુભમ મેગાફોન દ્વારા સંબોધિત કરે છે અને લોકોને જણાવે છે કે આખરે તે કેમ આ પદ માટે ઉમેદવાર છે.

શુભમ એ પણ સમજાવે છે કે તે ડેમોક્રેટ ગવર્નર જેરી બ્રાઉન સામે કેવી રીતે જીત મેળવી શકે છે. તે વર્ચ્યુઅલ ટેક્નોલોજી દ્વારા લોકો સાથે જોડે છે તેમનું માનવુ છે કે આનાથી સમાજમાં પરિવર્તન આવશે અને શિક્ષણ સંબંધિત સમસ્યાઓ પૂરી થઈ જશે.

Post Comments