Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દુબઈ: અરબોના કૌભાંડમાં 2 ભારતીયોને 500 વર્ષની સજા

- 25000 ડૉલરનું રોકાણ 120% વાર્ષિક રીટર્ન આપવાની સ્કીમ હેઠળ દગો કર્યો

- શરૂઆતમાં રોકાણકારોને ફાયદો થયો બાદમાં પૈસા આપવાનું બંધ કરાતા કૌભાંડ સામે આવ્યુ

દુબઈ, તા. 11 એપ્રિલ 2018 બુધવાર

દુબઈ કોર્ટે 2 ભારતીયોને 200 મિલિયન ડૉલર (1305 કરોડ)ના કૌભાંડમાં 500 વર્ષની સજા સંભળાવી છે.

ગોવાના રહેવાસી સિડની લિમોસ અને તેની સીનિયર એકાઉન્ટન્ટ સ્પેશ્યાલિસ્ટ રિયાન ડિસૂજાનો ખાસો પ્રભાવ હતો. ફૂટબોલ ક્ષેત્રે સમગ્ર દુનિયામાં તેમની ખેલાડીઓ સાથે ઓળખાણ હતી.

લિમોસ અને રિયાને મળીને પોન્જી સ્કીમ અનુસાર હજારો રોકાણકારો સાથે દગો કર્યો છે. આ સ્કીમ હેઠળ લિમોસે રોકાણકારોને લાલચ આપી હતી કે તે તેમની કંપનીમાં 25000 ડૉલરનું રોકાણ કરવાથી તેમને 120 ટકા વાર્ષિક રીટર્ન મળશે.

શરૂઆતમાં લિમોસની કંપની દ્વારા રોકાણકારોને ખૂબ ફાયદો પહોંચ્યો પરંતુ 2016માં પોન્જી સ્કીમનું પતન થયા બાદ આ કંપનીએ રોકાણકારોને પૈસા આપવાનું બંધ કર્યુ. માર્ચ 2016માં પોન્જી સ્કીમ ભાંગી પડતા દુબઈ ઈકોનોમિક ડિપાર્ટમેન્ટે તે જ વર્ષે જુલાઈમાં કંપનીની ઓફિસ પણ બંધ કરી દીધી છે.

આ કેસમાં લિમોસની પત્ની વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. લિમોસની પત્ની પર સીલ ઓફિસમાં ગેરકાયદેસર ઘૂસીને ડોક્યૂમેન્ટ લઈ જવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે લિમોસ 2015માં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેમની કંપની એફસી પ્રાઈમ માર્કેટ્સ ઈન્ડિયન સુપર લીગમાં ગોવા ફ્રેન્ચાઈસની એફસી ગોવાની સ્પોન્સર બની. તેમની ઓળખાણ આ લીગ સાથે જોડાયેલા મોટા ચેહરાઓ સાથે પણ હતી. જેમાં માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર પાસેથી લઈને અભિષેક બચ્ચન અને રણવીર કપૂર સુધી સામેલ છે.

Post Comments