Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૦૦ જેટલા ભાઈ બહેનોએ નવ દિવસના તપની આરાધના કરી

- શિકાગોમાં આયંબિલ તપની આરાધના પરિપૂર્ણ થઈ

- જન્મ કલ્યાણક મહોત્સવ પ્રસંગે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન ૧૮મી એપ્રિલે વર્ષીતપના પારણાં યોજાશે

(સુરેશ શાહ ધ્વારા)    બાર્ટલેટ (શિકાગો), તા. 9 2018,  સોમવાર

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં ચાલુ વર્ષે આયંબિલની ઓળીની આરાધના આનંદ અને ઉમંગના વાતાવરણમાં થઈ હતી જેમાં ૧૦૦ જેટલા ભાઈ બહેનોએ નવ દિવસ માટે યોજવામાં આવેલ આ ઓળીની આરાધના કરી હતી.

આ પ્રસંગે મુંબઈના સુપ્રસિધ્ધ પંડિત પારસભાઈ શાહ આ ઓળીની આરાધના કરાવવા માટે ખાસ શિકાગો પધાર્યા હતા અને તેમણે સતત નવ દિવસો દરમ્યાન સવાર તથા સાંજે વિવિધ ધાર્મિક વિષયોને સ્પર્શતા પ્રવચનો કર્યા હતા અને અંતિમ દિવસે તેમણે પ્રભુ મહાવીર સ્વામીએ જે સત્ય અને અહિંસાનો ઉપદેશ આપેલ છે તેને પોતાના જીવનમાં ઉતારવા માટે હાકલ કરી હતી.

જૈન સોસાયટી ઓફ શિકાગોમાં ૧લી એપ્રીલના રોજ તમામ તપસ્વીઓના સામુહિક પારણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સૌના સ્વજનો તથા શુભેચ્છકોએ તમામને પારણાં કરાવ્યા હતા. આ દિવસે ૧૮મી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર વિભાગોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં નીચે દર્શાવ્યા મુજબના વિજેતાઓ જાહેર થયા હતા તે સૌને ઈનામો આપવામાં આવ્યા હતા.

પહેલો વિભાગ જેમાં ૮ થી ૯ વર્ષની વયના બાળકોનો સમાવેશ થાય છે તેમાં (૧) ધુ્રવી ઠક્કર (૨) તનવી શાહ (૩) આયુષ શાહ (૪) અમલા નગરેશવાલાનો સમાવેશ થાય છે  જ્યારે ૧૦ થી ૧૩ વર્ષની વયના ગુ્રપમાં (૧) શ્રેયા ગાંધી (૨) યશ્વી શાહ (૩) અલ્પી શાહ (૪) અરનવ બાંદી (૪) સોહમ સોલંકી (૫) આયુશી શાહ (૬) વિધિ પિપરીયા વિજેતા જાહેર થયા હતા.

વધારામાં ૧૪ થી ૧૮ વર્ષની વયમાં (૧) સાંજી શાહ (૨) સરીના શાહ (૩) પ્રિયા શાહ અને (૩) રીયા શાહ વિજેતા જાહેર થયા હતા જ્યારે ૧૯ વર્ષ અને તેનાથી વધુ વર્ષની કેટેગરીમાં (૧) સતેજ શાહ (૨) અંજના શાહ (૩) ધિરેન સોલંકી વિજેતા જાહેર થયા હતા. ગુ્રપ બે અને ગુ્રપ-૩માં અર્નવ બાંદી તેમજ સોહમ સોલંકી તથા ૩જા ગુ્રપમાં પ્રિયા શાહ અને રીયા શાહને સરખા ગુણાંક મળતા તેઓ બન્ને વિજેતા જાહેર થયા હતા.

વિશેષમાં શ્રી સીમંધર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક મહોત્સવ ૧૫મી એપ્રીલને રવીવારે સવારે દસ વાગે ઉજવાશે. આ દિવસે સ્નાત્ર પૂજા તથા અષ્ટપ્રકારી પૂજાનું પણ આયોજન કરવામાં આવેલ છે. ૧૮મી એપ્રીલના રોજ વર્ષીતપના તપસ્વીઓને બપોરે ૧૨-૩૦ કલાકે પારણાં કરાવવામાં આવશે જેમાં (૧) પારૃલ જયેશ શાહ તેમજ (૨) જીગીશા કેતન શાહનો સમાવેશ થાય છે. પારૃલબેન શાહનો આ સળંગ છઠ્ઠા વર્ષીતપની આરાધના છે.

Post Comments