Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કડી-નંદાસણ રોડ પર પોલીસ વાને બાઈકને ટકકર મારતા યુવકનું મોત

- ટોળાએ ગાડીને નુકસાન પહોંચાડયું : પોલીસે ગુનો નોંધ્યો

મહેસાણા, તા.૧૪ નવેમ્બર મંગળવાર 2017

કડી-નંદાસણ રોડ પર પોલીસ વાને બાઈકને ટકકર મારતા બાઈક ચાલક યુવકનુ મોત થયુ હતુ. જયારે ઘટનાને પગલે કડી થોળ રોડ પર રોષે ભરાયેલા યુવકના સગા વ્હાલાઓએ વાન પર પથ્થર મારો કરી ટાયર સળગાવ્યુ હતુ. આ મામલે કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કડીના સરસાવના અને હાલમાં વાઘરોડા રહેતા ૧૯ વર્ષીય અનિરૃધ્ધસિહ લાલુભાઈ ઝાલા બાઈક પર કડી-નંદાસણ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે મહેસાણા પોલીસની ગાડીએ બાઈકને ટકકર મારતા સોમવારે બાઈક ચાલક યુવકને ગંભીર ઈજાઓ થવાથી મોત થયુ હતુ. આ ઘટનાને પગલે અકસ્માતનો ભોગ બનનાર યુવકના સગાવ્હાલાઓ રોષે ભરાતા કડી થોળ રોડ પર અંકુર સોસાયટી પાસે પોલીસની ગાડી પર પથ્થર મારો કરી ટાયર સળગાવી ગાડીને નુકશાન પહોચાડયુ હતુ. આ મામલે લાલુભાઈ ભીખુભાઈ ઝાલાએ પોલીસની ગાડીના ચાલક વિરમભાઈ સાથે જયારે પોલીસીની ગાડીને નુકશાન કરવા મુદ્દે કડી પોલીસ મથકના પી.એસ.આઈ. કે.એલ. પટણીએ ૧૦૦ જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. કડી પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments